અમરેલી: બાબરા તાલુકાના ગરણી ગામે ખેડૂત નાગજીભાઈ ચોપડાના મકાનમાં આજે 17મી ફેબ્રુઆરીએ વહેલી સવારે 4.10 કલાક આસપાસ અચાનક જ એક ભેદી અને પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે મકાનનો રસોડાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ દુર્ઘટનામાં મોટી જાનહાનીના સમાચાર તો સામે આવ્યા નથી પરંતુ આ ઘટનામાં 42થી 45 લાખ રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ઘટના બાદ સ્થાનિક પોલીસ તથા વહીવટી તંત્રએ ઘટના સ્થળે દોડી આવી યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે આ ભેદી ધડાકો કયા કારણોસર થયો તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી જે મામલે તપાસ શરૂ થઈ છે.
Source link
