ફરી એક વખત લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ટેમ્પો ઝડપાયો છે. વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પૂર ઝડપે પસાર થતાં એક શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરતા ટેમ્પા ચાલકે ટેમ્પોને પૂર ઝડપે ભગાવ્યો હતો. જોકે, નેશનલ હાઈવે પર સરોધી નજીક પહોંચતા ટેમ્પો ચાલક ટેમ્પો ત્યાં જ મૂકી અને ફરાર થઈ ગયો હતો. જેની પોલીસે તપાસ કરતા ટેમ્પોમાં પૂંઠાના ખાલી બોક્સ વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાલી બોક્સની આડમાંથી દારૂની 1 હજાર 250 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત આશરે 11 લાખ 40 હજાર થવા જાય છે. સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
