ભારતીય નહીં, કોરિયન છોકરા ગમતા હતા, કરવા હતા લગ્ન! ત્રણ બહેનોના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ભારતીય નહીં, કોરિયન છોકરા ગમતા હતા, કરવા હતા લગ્ન! ત્રણ બહેનોના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Ghaziabad Triple Suicide: ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોના આપઘાત મામલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના થાના ટીલા મોડ વિસ્તારમાં આવેલા ભારત સિટી વિસ્તારની છે.

ગાઝિયાબાદ આપઘાત કેસ
ગાઝિયાબાદ આપઘાત કેસ

Ghaziabad Triple Suicide: ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોના આપઘાત મામલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના થાના ટીલા મોડ વિસ્તારમાં આવેલા ભારત સિટી વિસ્તારની છે. જ્યાં ત્રણ બહેનોએ નવમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, છોકરીઓ કોઈ કોરિયન છોકરા સાથે લગ્ન કરવા માગતી હતી. છોકરીઓને કોરિયન કલ્ચર એટલું ગમતું હતું કે, તેનો પરિવાર પણ ચિંતામાં હતો. તેને લઈને પરિવારે તેની પાસેથી મોબાઇલ પણ લઈ લીધો હતો.

પોલીસ અનુસાર મંગળવારે રાતે આશરે 2 વાગ્યે ત્રણેય બહેનોએ રૂમને અંદરથી બંધ કરી દીધો. ત્યાર બાદ સ્ટૂલની મદદથી એક એક કરીને બાલકનીમાંથી છલાંગ લગાવી દીધી. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

મૃતક બહેનોના નામ નિશિકા 16 વર્ષ, પ્રાચી 14 વર્ષ અને પાખી 12 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી છે, જેના પર મમ્મી-પપ્પા સોરી લખ્યું છે. સાથે જ ઘરેથી 8 પન્નાની ડાયરી પણ મળી છે. ડાયરીમાં છોકરીઓએ લખ્યું છે કે, તે કોરિયન કલ્ચર, K-POP, કોરિયન મૂવી અને શો, મ્યૂઝિક અને યૂટ્યૂબથી ખૂબ જ પ્રભાવિત હતી.

ડાયરીમાં એ પણ લખ્યું છે કે, પરિવારે તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો અને તે કોરિયન કલ્ચરથી વેગળાપણું સહન કરી શકતી નહોતી. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં કોઈ ઓનલાઈન ટાસ્ક બેસ્ડ ગેમ કે કોરિયન લવ ગેમનું કોઈ તથ્ય સામે આવ્યું નથી. છોકરીઓ સામાન્ય ગેમ્સ રમતી હતી, જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હોય છે.

કેસમાં જાણકારી મળી છે કે, છોકરીઓના પિતાએ બે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન તેણે પોતાની સગી સાળી સાથે કર્યા હતા. બંને પત્નીઓથી તેને પાંચ બાળકો થયા. જેમાં ત્રણ દીકરીઓએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના પર ડીપીસી ટ્રાન્સ હિંડન નિમિષ પાટિલ અનુસાર મોબાઈલ એડિક્શન વધ્યા પછી પરિવારે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પોલીસે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સીઝ કરી લીધા છે. હવે ફોરેન્સિક તપાસની રાહ જોવાઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *