Final Up to date:
રાતે પેશાબ માટે ઉઠવું સામાન્ય બાબત છે. પરંતુ જો તમારી સાથે રોજ આવું થાય છે અથવા રોજ રાતે તમારે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે, તો આ સામાન્ય બાબત નથી.
અમદાવાદ: રાતે પેશાબ માટે ઉઠવું સામાન્ય બાબત છે. પરંતુ જો તમારી સાથે રોજ આવું થાય છે અથવા રોજ રાતે તમારે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે, તો આ સામાન્ય બાબત નથી. ઘણા લોકો વિચારે છે કે, વધતી ઉંમર, પ્રોસ્ટેટ કે નબળા બ્લેડરના કારણે આવું થાય છે. પરંતુ અમેરિકાના જાણીતા ડોક્ટર એરિક બર્ગ અનુસાર, દરરોજ આવું થવું જરૂરી નથી. ડોક્ટર એરિક બર્ગે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જણાવે છે કે, ઘણા કેસમાં તેનું અસલી કારણ કંઈક અલગ જ હોય છે. જે આપણી લાઇફસ્ટાઇલમાં ખાણીપીણી સાથે સંબંધિત છે. આવો આ અંગે વિસ્તારથી જાણીએ.
રાતમાં કેટલીવાર પેશાબ સામાન્ય કહેવાય? આ સવાલનો જવાબ આપતા ડોક્ટર બર્ગ જણાવે છે કે, જો તમે રાતે એક વાર પેશાબ માટે ઊઠો છો, તો સામાન્ય ગણી શકાય. પરંતુ જો રોજ આવું થઈ રહ્યું છે અથવા બેથી વધુ વાર પેશાબ માટે ઉઠવું પડે છે, તો ઊંઘ અને સ્વાસ્થ્ય બંને માટે નુકસાનકારક બની શકે છે. તેનાથી નિંદર પૂરી થતી નથી. થાક રહે છે અને આગળ જઈને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને વજન વધવાનું જોખમ વધી શકે છે.
ડોક્ટર એરિક બર્ગ અનુસાર, રાતે વારંવાર પેશાબ આવવાનું એક મોટું કારણ છે એન્ટી ડાયયૂરેટિક હાર્મોન (ADH). આ હાર્મોન રાતે પેશાબની માત્રાને કન્ટ્રોલ કરે છે. જો તે યોગ્ય રીતે કામ કરે નહીં, તો રાતે વધુ યૂરિન બને છે. આ હાર્મોનના યોગ્ય રીતે કામ ન કરવા પાછળ કેટલાક સામાન્ય કારણ જવાબદાર હોઈ શકે છે.
શરીરમાં વધુ નમક અને ઓછા પોટેશિયમનું હોવું
- સાંજે વધુ પાણી પીવું
- દારૂ અને નશાકારક પદાર્થનું સેવન કરવું
- રાતે મીઠી કે કાર્બોહાઇડ્રેટવાળી વસ્તુઓનું સેવન
- ડિનરમાં વધારે પડતું પ્રોટીન લેવું
ડોક્ટર કહે છે કે, આ સમસ્યાને મોટા ભાગે ઠીક કરી શકાય છે. બસ થોડી આદતોમાં પરિવર્તન કરવું પડશે. આ માટે –
- સૂવાથી 3 કલાક પહેલા પાણી પીવાનું બંધ કરી દો
- દારૂ અને કેફી પદાર્થ સાંજે પછી ન લો.
- ગળ્યું, નમકીન અને વધુ કાર્બ્સથી બચો
- ડિનર હળવું રાખો, વધારે પ્રોટીન ન લો.
મેગ્નેશિયમ અને વિટામિન B1ની ઉણપ પણ સમસ્યા વધારી શકે છે. એવામાં ડોક્ટરની સલાહ પછી તેના સપ્લીમેન્ટ્સ લઈ શકાય છે. ડોક્ટર કહે છે કે, ઘણા કેસમાં રાતે વારંવાર પેશાબ આવવો માત્ર બ્લેડરની સમસ્યા નથી હોતી. પરંતુ શરીરની અન્ય સમસ્યા પણ હોઈ શકે છે. યોગ્ય ખાણીપીણી, સમય પર પાણી પીવું અને સારી જીવનશૈલી અપનાવીને આ સમસ્યાને ઘણી હદે ઠીક કરી શકાય છે. જો વધારે પડતી સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો.
અસ્વીકરણ: વાંચક મિત્રો ધ્યાન રાખો, અહીં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી અને ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. આ લેખનો હેતુ માત્ર તમને માહિતગાર કરવાનો છે, ન્યૂઝ18 ગુજરાતી જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી. કોઈપણ ઉપાયનો અમલ કરતા પહેલા નિષ્ણાત કે ડોક્ટરની સલાહ જરૂર લો.

