રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાનગરી કૃષ્ણમય બની છે. ભગવાન શ્રી કૃષ્ણના 5 હજાર 252માં જન્મોત્સવને ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. ત્યારે જન્માષ્ઠમીની પૂર્વ સંધ્યાએ જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું. જગત મંદિરનો મનમોહક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે દ્વારકાના નાથનો આજે જન્મદિવસ છે ત્યારે મંદિર પરિસર ભક્તોના ઘોડાપૂરથી છલોછલ થયું હતું. તો ગત રાતે શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં રાસ રમતા નજરે પડ્યા હતા. ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર,કર્ણાટક,છતીસગઢ, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કૃષ્ણ પ્રેમીઓ દ્વારકાધીશના મંદિરે આવી પહોંચ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *