Final Up to date:
આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને સ્વપ્નું આવ્યું હતું. દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશે તો ખૂબ જ પ્રગતિ થશે.
દ્વારકા: જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી થવાના મામલે ચોંકાવાનારું કારણ સામે આવ્યું છે. 25 ફેબ્રુઆરીના રોજ હરસિધ્ધિ પાસે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો શિવલિંગ ચોરી ગયા હોય તેવી ઘટના સામે આવી હતી. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા મહાદેવના મંદિરમાં શિવલિંગ ચોરી થવાથી ભક્તો તેમજ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. મામલાની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા એસપી તેમજ તમામ પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા આઠ જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ આ કેસમાં શિવલિંગ કેમ ચોરવામાં આવ્યું તે અંગે ઘટસ્ફોટ થયો હતો.
આ કેસમાં પોલીસે આપેલી માહિતી પ્રમાણે, થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવ્યું હતુ. જેના અનુસંધાને આરોપીઓએ ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ લઈ ગયા હતા. ભત્રીજીના સપનામાં હર્ષદ દરિયા કિનારે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાઈદો થશે તેવું આવ્યું હતુ. જેથી આરોપીઓએ આ કૃત્ય કર્યુ હતુ. આરોપીઓના નામ નીચે પ્રમાણે છે.
1. મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ઉ.વ.35
2. જગતસિંહ ઉદેસિંહ મકવાણા ઉ.વ 55
3. મનોજસિંહ અમરતસિંહમકવાણા ઉ.વ-19
4. વનરાજસિંહ સમરસિંહ મકવાણા ઉ.વ-40
5. રમેશસિંહ આલુસિંહ મકવાણા ઉ.વ-38
6. કેવલસિંહ રૂપસિંહ મકવાણા ઉ.વ-22
7. હરેશસિંહ જસવંતસિંહ મકવાણા ઉ.વ-25
8. અશોકસિંહ દિલીપસિંહ મકવાણા ઉ.વ-23
તમામ રહે રહે-મેડી ટીંબા ગામ, તા-હિંમતનગર, જી-સાબરકાઠા.
આરોપીઓ
ઉપરાંત ૩ મહિલાઓ મળીને આ તમામ લોકોએ કાવતરું રચી બે વાહનોમાં આવી અને હર્ષદ ખાતે રોકાય અને રેકી કરીને ભીડભંજન મહાદેવ હર્ષદ ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે લઈ ગયેલ અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગ ની સ્થાપના કરીને રાખ્યા હતા.
આરોપીઓ
ગત 25 તારીખના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી ગામ ખાતે દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાંથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા શિવલિંગની ચોરી કરવામાં આવી હતી. બનાવો સંદર્ભે રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી નિતેશ પાંડે દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના બંને એસડીપીઓના અધ્યક્ષ સ્થાન નીચે એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની સ્પેશિયલ ઇન્વિસ્ટીગેશનની ટીમ બનાવવામાં આવી હતી. તેમજ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી 11 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર થોડા દિવસો પૂર્વે મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને સ્વપ્નું આવ્યું હતું. દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશે તો ખૂબ જ પ્રગતિ થશે.
ઘરે લઈ જઈને શિવલિંગની સ્થાપના કરી
જેથી આઠ પુરૂષ આરોપીઓ અને ત્રણ મહિલાઓ સાથે મળીને કાવતરું રચવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ લોકો બે વાહનોમાં હર્ષદ પહોંચ્યા હતા. તેમજ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે રેકી પણ કરી હતી. ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન સાબરકાંઠા જિલ્લામાં લઈ ગયા હતા. તેમજ પોતાના ઘરે ચોરી કરેલ શિવલિંગની સ્થાપના પણ કરી હતી.
ભત્રીજીના કહેવાથી ભગવાનની ચોરી ! શિવલિંગ ચોરીને 500 કિમી દૂર પહોંચાડ્યું#Breakingnews #Gujaratinews #News18Gujarati pic.twitter.com/BfinzbIveC
— News18Gujarati (@News18Guj) February 27, 2025
આરોપીઓ દ્વારા 25 તારીખના રોજ સવારના 3 થી 5 વાગ્યાની વચ્ચે શિવલિંગની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીઓ દ્વારા શિવલિંગની ચોરી કરતા સમયે શિવલિંગ તેમજ થાળું ખંડિત ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ મંદિરમાં રહેલ ચાંદી સહિતની વસ્તુઓ પણ તેમના સ્થાને જ રાખી હતી એટલે કે શિવલિંગ સિવાયની કોઈ ચોરી આરોપીઓ દ્વારા કરી ન હોવાનું સામે આવ્યું હતું. ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે પૂજારી દ્વારા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવી હતી. તેમજ શિવરાત્રીના દિવસે પાર્થેશ્વર શિવલિંગની પૂજા પૂજારી તેમજ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
Dwarka,Jamnagar,Gujarat
February 28, 2025 9:08 AM IST