ડો.સિંહ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવ્યું. અધ્યાપન પછી, તેમણે વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો. 1972 થી 1976 સુધી તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. આ પછી, તેમણે 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી. 1985 થી 1987 સુધી તેઓ આયોજન પંચના અધ્યક્ષ પણ હતા.