રાજકોટના પ્રિશા જાવીયા, ત્રિવષા ગોંડલીયા, ચયન ચોખાણી, દર્શ બવારીયા, અનિકેત દુસરા, વીર નંદાણી, દિવીત શાહ, આરૂષ ભદાણીયા અને નિવ મારવાણિયાએ રોબોટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. દુબઈ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધામાં ભાગ લઈને આ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વકક્ષાએ ભારતનો ડંકો વગાડ્યો. તેમની મહેનત, નવીન વિચારશક્તિ અને ટેકનિકલ સમજણના કારણે તેઓએ સ્પર્ધામાં આગવી ઓળખ ઊભી કરી.

