ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો તાજી હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હિમાચલના શિમલા, કુલ્લુ, મનાલી વગેરે શહેરોમાં લાંબા ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં સ્થિતિ એવી બની કે કુલ્લુના ધુંડી અને મનાલી-લેહ હાઈવે પર અટલ ટનલના ઉત્તરી અને દક્ષિણ દરવાજા પર લગભગ 1,500 વાહનો બરફમાં ફસાઈ ગયા.