નવી દિલ્હીઃ ભારતમાં સરકારી કંપનીઓનો એક એવો અંધારો પાસો છે, જે દાયકાઓથી દેશના ખજાનાને દીમકની જેમ ખાઈ રહ્યો છે. દેશમાં 383 એવી સરકારી કંપનીઓ છે, જેને ‘ઝોમ્બી કંપનીઓ’ કહેવાય છે. આ કંપનીઓ કાગળ પર તો જીવતી દેખાય છે, પણ હકીકતમાં વર્ષો સુધી એક રૂપિયાનું પણ પ્રોડક્શન કર્યું નથી. કેટલીક કંપનીઓ તો એવી છે, જે સંપૂર્ણપણે લાપતા થઈ ગઈ છે, તેમનો રેકોર્ડ પણ સરકાર પાસે નથી, છતાં એ લોકોના ટેક્સના પૈસાથી ચાલે છે.

