301 દુલ્હનોને ફ્રી મેકઅપ, રાજકોટની ટીમે બાગેશ્વરધામમાં રચ્યો માનવસેવાનો ઇતિહાસ

301 દુલ્હનોને ફ્રી મેકઅપ, રાજકોટની ટીમે બાગેશ્વરધામમાં રચ્યો માનવસેવાનો ઇતિહાસ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વરધામ ખાતે યોજાયેલા 301 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નમાં રાજકોટના કલ્યાણી હેર બ્યુટી સલૂન દ્વારા માનવસેવાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ હેઠળ આયોજિત આ મહાપ્રસંગમાં સલૂનની 40થી વધુ મેકઅપ આર્ટિસ્ટોની ટીમે તમામ દુલ્હનોને વિનામૂલ્યે તૈયાર કરી સેવાભાવ અને સમાજપ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો.

બાગેશ્વરધામમાં રાજકોટના યુવાનોની સેવા
બાગેશ્વરધામમાં રાજકોટના યુવાનોની સેવા

રાજકોટ: મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વરધામ ખાતે આયોજિત 301 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નમાં રાજકોટના કલ્યાણી હેર બ્યુટી સલૂન દ્વારા માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. 40થી વધુ મેકઅપ આર્ટિસ્ટોએ સ્થળ પર જઈ તમામ દીકરીઓને વિનામૂલ્યે દુલ્હન તરીકે તૈયાર કરી ભાવભીની સેવા અર્પી છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્વરધામ, જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદથી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યાં તાજેતરમાં 301 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે દેશના વિવિધ ખૂણેથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિસ્તાર ભક્તિભાવ, આનંદ અને આશીર્વાદના માહોલથી ગુંજી ઉઠ્યો હતો.

આ મહાપ્રસંગમાં રાજકોટના કલ્યાણી હેર બ્યુટી સલૂનના ઓનર પરેશભાઈ જોટંગિયાએ પોતાની ટીમ સાથે વિશેષ સેવા આપવા સંકલ્પ લીધો. પરેશભાઈ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ઉપાસક છે અને ત્યાંથી દીક્ષા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સલૂનની 40થી વધુ મેકઅપ આર્ટિસ્ટની ટીમ બાગેશ્વરધામ પહોંચી હતી. ટીમે એક દિવસ અગાઉથી જ તૈયારી શરૂ કરી દીધી હતી જેથી દરેક દીકરીને સમયસર અને સુંદર રીતે દુલ્હન તરીકે તૈયાર કરી શકાય. વહેલી સવારથી જ મેકઅપ આર્ટિસ્ટોએ પોતાના કાર્યમાં લાગી જઈ દરેક દીકરીને ખાસ દિવસની લાગણી અનુભવાય તે માટે દિલથી મહેનત કરી. દરેક દુલ્હનના કોસ્ચ્યુમ, મેકઅપ અને વાળની સ્ટાઇલ પર વિશેષ ધ્યાન અપાયું. આ સમગ્ર સેવા સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવી, જે આ ટીમની સામાજિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે. દીકરીઓના ચહેરા પર ઝળહળતું સ્મિત અને પરિવારજનોની આંખોમાં દેખાતો આનંદ, આ સેવાકાર્યની સાચી સફળતા બની રહ્યો હતો.

આ સેવા યજ્ઞમાં સલૂનની ઓનર આશાબેન જોટંગિયા પણ સહભાગી બન્યા હતા. મહિલાઓની ટીમે સંકલન, વ્યવસ્થા અને માર્ગદર્શન દ્વારા સમગ્ર પ્રક્રિયાને સુચારૂ રીતે પૂર્ણ કરી. એક સાથે 301 દુલ્હનોને તૈયાર કરવાનું કાર્ય સહેલું ન હતું, છતાં સંકલિત આયોજન અને ટીમવર્કથી તે સફળતાપૂર્વક પાર પડ્યું. આ પ્રસંગે માત્ર મેકઅપ સેવા જ નહીં, પરંતુ જલસેવાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ પર ચારથી વધુ અલગ અલગ જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેથી ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ગરમી વચ્ચે રાહત મળી શકે. હજારો લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી એ પણ એક મોટી સેવા સમાન બની.

આ પણ વાંચો: ધુળેટીમાં કેમિકલ રંગોને કહો અલવિદા! અમિતભાઈ પાસેથી શીખો કેસુડાના ફૂલોમાંથી રંગ બનાવતા

કલ્યાણી હેર બ્યુટી સલૂનની ટીમ અગાઉ પણ સામાજિક કાર્યોમાં સક્રિય રહી છે. દિલ્હીથી વૃંદાવન સુધી યોજાયેલી પદયાત્રા દરમિયાન યાત્રાળુઓ માટે જલસેવા પૂરી પાડી હતી. હવે બાગેશ્વરધામના સમૂહલગ્નમાં આપવામાં આવેલી આ નિ:સ્વાર્થ સેવા દ્વારા ટીમે ફરી એકવાર સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમૂહલગ્ન માત્ર લગ્નવિધિ નથી, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારો માટે આશાના કિરણ સમાન છે. આવી પવિત્ર ઘડીમાં રાજકોટની ટીમ દ્વારા અપાયેલો સહયોગ અને સમર્પણ, સમાજમાં માનવતા અને સેવાભાવની સુંદર ઝાંખી આપે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *