Final Up to date:
3 Star vs 5 Star: ગરમીની શરૂઆત થતા જ એસીની ડિમાન્ડ વધવા લાગે છે. પરંતુ એસી ખરીદતી વખતે તમે નાની-નાની બાબતો પર ધ્યાન આપતા નથી તો પાછળથી તકલીફમાં મુકાઈ શકો છો. તો એસી લેતા પહેલાં તમે પણ જાણી લો કયું એસી લેવું જોઈએ, 3 સ્ટાર કે 5 સ્ટાર?
એસી પરના સ્ટાર રેટિંગ તેની એનર્જી ઇફિશિયન્સી એટલે કે ઊર્જા ક્ષમતા દર્શાવે છે. ભારતમાં આ રેટિંગ બ્યૂરો ઓફ એનર્જી ઇફિશિયન્સી (બીઇઇ) તરફથી નક્કી કરવામાં આવે છે. એસી તેમજ કોઈપણ ઇલેક્ટ્રોનિક સામાન પર વધારે સ્ટારનો અર્થ એ થાય છે કે આ ઓછી વીજળીની ખપત કરશે અને ઓછા સ્ટારનો મતલબ હોય છે કે વધારે યુનિટ ખર્ચ થશે. એટલે કે 5 સ્ટાર એસી, 3 સ્ટારના મુકાબલે ઓછું બિલ લાવે છે. જોકે આની શરૂઆતની કિંમત થોડી વધારે હોય છે.
જાણો 3 સ્ટાર એસી વિશે
તમારા ઘરમાં એસીનો ઉપયોગ સીમિત છે, એટલે કે તમે ખાલી રાત્રે જ 3થી 4 કલાક એસીનો યુઝ કરો છો તેમજ વર્ષમાં થોડાક જ મહિના વાપરો છો તો 3 સ્ટારનું એસી તમે લઈ શકો છો. ઓછા બજેટ અને ઓછા ઉપયોગ પેટર્નમાં આ સારું સાબિત થઈ શકે છે.
જાણો 5 સ્ટાર એસી વિશે
તમે દરરોજ લગભગ 6થી 10 કલાક એસી ચલાવો છો તેમજ તમે જયપુર, દિલ્હી તેમજ નાગપુર જેવા હોટ સિટીમાં રહો છો તો 5 સ્ટાર એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણકે આ લાઇટ બિલની ખપત ઓછી કરે છે. આમ, જો તમારા ઘરમાં એસીનો ઉપયોગ વધારે થાય છે તો તમારે 5 સ્ટાર એસી ખરીદવું જોઈએ.
એસી ખરીદતી વખતે આ ભૂલો કરવાનું ટાળો
સામાન્ય રીતે લોકો ઇલેક્ટ્રોનિક સામાન ખરીદતી વખતે માત્ર ટેગ પ્રાઇસ જોઈને નિર્ણય લઈ લેતા હોય છે, પરંતુ વાસ્તવિક રીતે ઉપયોગના કલાક, સ્થાનીય ટેરિફ અને 5થી 7 વર્ષની અનુમાનિત ઉપયોગ અવધિને ધ્યાનમાં રાખીને એસી લો. એસી એક લાંબા સમય સુધી ચલાવવાની વસ્તુ છે, આ માટે શરૂમાં વધારે પૈસાનું લેશો તો પાછળથી તમે પૈસાની બચત કરી શકો છો.
આમ, એક સીધો નિયમ એ છે કે તમે એસીનો ઉપયોગ ઓછો કરો છો તો 3 સ્ટાર તમે ખરીદી શકો છો, પરંતુ જો તમારે એસીનો ઉપયોગ વધારે છે તો 5 સ્ટાર એસી ખરીદો. આ સાથે તમારું બજેટ વધારે છે તો પણ તમે 5 સ્ટાર એસી ખરીદી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Ahmedabad,Gujarat

