25000 રૂપિયા કમાવવાની તક, સરકારના આ ક્વિઝમાં માત્ર 10 સવાલોના જવાબ આપવા પર મળશે ઈનામ!

25000 રૂપિયા કમાવવાની તક, સરકારના આ ક્વિઝમાં માત્ર 10 સવાલોના જવાબ આપવા પર મળશે ઈનામ!

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

કેન્દ્ર સરકાર દ્વારા એક ક્વિઝ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. જેમાં વિજેતા થનાર ઉમેદવારોને રૂપિયા 25,000 સુધી રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ સ્પર્ધા કેમ યોજાઈ છે અને તેમાં કઈ રીતે ભાગ લઈ શકાય તે વાંચવા વાંચો સંપૂર્ણ અહેવાલ.

સરકારી ક્વિઝ સ્પર્ધા
સરકારી ક્વિઝ સ્પર્ધા

Vande Mataram – 150 Years Quiz: ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક શાનદાર ક્વિઝ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધા 3 ડિસેમ્બર 2025 થી શરૂ કરવામાં આવી છે, જે 15 એપ્રિલ 2026 સુધી ચાલશે. MyGov પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવેલી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને આ ગીતના ઐતિહાસિક મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર ભાગીદારોને આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે.

ક્વિઝ સ્પર્ધા યોજવા પાછળનો ઉદ્દેશ્ય શું?

‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ અને આઝાદીની લડતનું પ્રતીક છે. પ્રખ્યાત લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ માંથી લેવામાં આવેલું આ ગીત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભક્તિનો શક્તિશાળી નારો બની ગયું હતું. આ ક્વિઝ દ્વારા લોકોને આ ગીત પાછળની પ્રેરણાદાયી વાર્તા અને તેના સાહિત્યિક મહત્વને સમજવાની તક મળશે.

વિજેતાઓને આકર્ષક પુરસ્કારો

આ રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝમાં વિજેતા બનનારાઓને નીચે મુજબના ઈનામો આપવામાં આવશે.

ફર્સ્ટ વિનરને 25,000 રૂપિયા ઈનામ

સેકન્ડ વિનરને 15,000 રૂપિયા ઈનામ

થર્ડ વિનરને 10,000 રૂપિયા ઈનામ

ટોપ 150 સહભાગીઓને દરેકને ₹3,000 નું પ્રોત્સાહક ઈનામ

આ ઉપરાંત, તમામ સહભાગીઓને ભારત સરકારનું ડિજિટલ ઈ-સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવશે.

કોણ અને કેવી રીતે ભાગ લઈ શકે?

ભારતનો કોઈપણ નાગરિક આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે. આ માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://www.mygov.in/ વિઝિટ કરો. પછી ક્વિઝ ‘Quiz’ સેક્શન પર ક્લિક કરીને ‘Vande Mataram – 150 Years Quiz’ શોધો. પછી ‘play’ બટન પર ક્લિક કરીને ‘Login to play quiz’ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ 300 સેકન્ડમાં કુલ 10 સવાલોના જવાબ આપવાના રહેશે. ક્વિઝ ‘Play Quiz’ પર ક્લિક કરતાની સાથે જ શરૂ થઈ જશે.

ધ્યાનમાં રાખવાના નિયમો

એક પ્રતિભાગી માત્ર એક જ વાર એન્ટ્રી કરી શકશે. જો કોઈ છેતરપિંડી કે ખોટી રીત જણાશે, તો તે સ્પર્ધકને ગેરલાયક ઠેરવવામાં આવશે. તમારી MyGov પ્રોફાઇલની માહિતી સાચી અને અપડેટ રાખવી અનિવાર્ય છે. આ ક્વિઝ સંબંધિત કોઈપણ વિવાદનું નિરાકરણ દિલ્હીમાં કરવામાં આવશે. આ પહેલ માત્ર ઈનામ જીતવા પૂરતી નથી, પરંતુ ભારતની સ્વતંત્રતાના વારસાને ઊંડાણપૂર્વક સમજવાની એક ઉત્તમ તક છે. આ ક્વિઝ દ્વારા નાગરિકો દેશભક્તિની ભાવનાનો અનુભવ કરી શકશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *