’25 સાલ મેં ભારત ‘ઈસ્લામિક સ્ટેટ’ હોગા: ‘ધ કેરળ સ્ટોરી 2’ નું Trailer રિલીઝ, 3.07 મિનિટનું આ ટ્રેલર જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

’25 સાલ મેં ભારત ‘ઈસ્લામિક સ્ટેટ’ હોગા: ‘ધ કેરળ સ્ટોરી 2’ નું Trailer રિલીઝ, 3.07 મિનિટનું આ ટ્રેલર જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

The Kerala Story 2 Trailer Out: વિપુલ અમૃતલાલ શાહ અને તેમનાં બેનર સનશાઇન પિક્ચર્સનાં સપોર્ટમાં બનેલી ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની સીક્વલ છે.

ફિલ્મની કહાની દમદાર છે.
ફિલ્મની કહાની દમદાર છે.

The Kerala Story 2 Trailer: ‘ધ કેરળ સ્ટોરી’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. વિપુલ અમૃતલાલ શાહનાં પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ 2022 ની ચર્ચિત ફિલ્મ ધ કેરળ સ્ટોરીની સીક્વલ છે. જો કે આ વખતની કહાની ઘણી અલગથી બતાવવામાં આવી છે. ટ્રેલરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોની પૃષ્ઠભૂમિમાં ધર્મ પરિવર્તન અને સંબંધોનાં નામે કથિત ષડયંત્રના સ્તરો બતાવવામાં આવ્યા છે. નિર્દેશક કામાખ્યા નારાયણ સિંહે આ ત્રણેય યુવતીઓની દર્દનાક યાત્રા દ્વારા પ્રસ્તુત કરી છે, જ્યાં પ્રેમ, આસ્થા અને ઓળખની વચ્ચે ટક્કર થતી જોવા મળે છે. ફિલ્મ 27 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થશે.

જાણો ટ્રેલર વિશે

ટ્રેલરની શરૂઆત રૂંવાડા ઊભા કરી દે એવી છે. શરૂઆત જ એક ચેતવણીથી થાય છે જેમાં કહેવામાં આવે છે કે આગામી 25 વર્ષમાં ભારત એક ઇસ્લામિક સ્ટેટમાં બદલી શકે છે. ત્યારબાદ કહાની રાજસ્થાન તરફ વળે છે. એમનો આરોપ છે કે 16 વર્ષની દીકરીનું જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. તે માતા-પિતાનું દર્દ અને આ બધી વસ્તુઓને આગળ લાવવાની કહાનીનો માહોલ સેટ કરે છે. ત્યાંથી મધ્ય પ્રદેશ પહોંચે છે જ્યાં કથિત રીતે એક હિન્દુ યુવતીને જબરજસ્તીથી લગ્નની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી તેને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરાવવામાં આવે છે. જો કે ફિલ્મની કહાની ત્રીજા પાર્ટમાં ફરીથી કેરળ લઈ જાય છે, જ્યાં તે છોકરી સ્પષ્ટપણે કહે છે કે હું મારો ધર્મ બદલીશ નહીં અને હાલત બગડવા લાગે છે. ટ્રેલર જોઈને તમને પણ મૂવી જોવાની ઇચ્છા થઈ જશે.

જાણો આ ફિલ્મ વિશે

‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ વિપુલ અમૃતલાલ શાહનાં પ્રોડક્શન હાઉસથી આવનારી ફિલ્મ છે, જેમની ફિલ્મોગ્રાફીમાં આંખે, નમસ્તે લંડન, સિંગ ઇઝ કિંગ, ફોર્સ, કમાન્ડો જેવી અનેક પ્રભાવશાળી ફિલ્મો શામેલ છે. આ એ ફિલ્મમેકર્સ છે જેમની ફિલ્મોએ ભારતીય સિનેમા પર ઊંડી અસર કરી છે. ધ કેરળ સ્ટોરી દ્વારા મેકર્સે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આ એક નીડર ફિલ્મ નિર્માતા છે અને એમનો આ આગવો અંદાજ દરેક કામમાં જોવા મળતો હોય છે.

27 ફેબ્રુઆરીએ મૂવી રિલીઝ થશે

ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ વર્ષ 2023ની મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ રહી હતી જેણે લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *