જામખંભાળિયાના વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણો દ્વારા સવાસો વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિના ભાઈઓ ધોતિયું અને પીતાંબર પહેરીને ગરબે ઘૂમે છે. અન્ય ગરબીઓમાં જ્યારે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે જામખંભાળિયામાં વારાહી ચોકમાં વર્ષો જૂની ગરબીમાં પૌરાણિક રીતે ગરબા ગાવામાં આવે છે. આ વર્ષોની જૂની પરંપરાને ધબકતી રાખવા માટે આજે પણ આ ગરબીમાં માત્ર છંદ ગાઈને જ માતાજીની આરાધના કરવામાં આવે છે.
Source link
