10 રૂપિયાથી શરૂ થતી જ્વેલરી, રાજસ્થાની યુવાનોનો મોલ બન્યો મહિલાઓની પહેલી પસંદ

10 રૂપિયાથી શરૂ થતી જ્વેલરી, રાજસ્થાની યુવાનોનો મોલ બન્યો મહિલાઓની પહેલી પસંદ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સાવરકુંડલા શહેરમાં રાજસ્થાનની પરંપરાગત કળા અને આધુનિક વ્યવસાયનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ચાર યુવાનોએ મળીને શરૂ કરેલો આર્ટિફિશિયલ જ્વેલરીનો મોલ આજે મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. માત્ર 10 રૂપિયાથી શરૂ થતી રાજસ્થાની ડિઝાઇનની જ્વેલરીએ શહેરના વેપાર જગતમાં નવી ઓળખ ઊભી કરી છે.

+

સાવરકુંડલામાં

સાવરકુંડલામાં સસ્તી જવેલરીનો મોલ

અમરેલી: સાવરકુંડલા શહેરમાં રાજસ્થાનના ચાર યુવાનોએ મળીને આર્ટિફિશિયલ જ્વેલરીનો મોલ શરૂ કર્યો છે, જે હવે શહેરના વેપાર ક્ષેત્રમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ મોલમાં રાજસ્થાની સંસ્કૃતિની છાપ ધરાવતી મહિલાઓ માટેની આર્ટિફિશિયલ જ્વેલરી માત્ર 10 રૂપિયાથી 150 રૂપિયા સુધી ઉપલબ્ધ છે. ઓછી કિંમત, વિવિધ ડિઝાઇન અને રાજસ્થાની કળાની વિશેષતા હોવાને કારણે મહિલાઓમાં આ મોલને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

સોનુ કુમારે જણાવ્યું કે તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ મૂળ રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. રાજસ્થાની આર્ટિફિશિયલ જ્વેલરીની બનાવટ તેમના નિવાસસ્થાન તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે. પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનના સંયોજનથી બનેલી આ જ્વેલરી આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બની છે.

સોનુ કુમાર કહે છે કે તેઓ અને તેમના ત્રણ સાથીદારો છેલ્લા 10 વર્ષથી આ વ્યવસાયમાં છે. શરૂઆતમાં નાનો પાયો હતો, પરંતુ સતત મહેનત, ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસને કારણે, આજે તેઓ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ચારેય યુવકો સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં 15-15 દિવસ માટે મોલ અથવા અસ્થાયી શોરૂમ ઊભા કરે છે.

ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તેઓ છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે આવે છે. દર વર્ષે ગુજરાતના અલગ અલગ શહેરોમાં તેઓ મોલ લગાવે છે અને સ્થાનિક ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધે છે. સાવરકુંડલામાં પણ તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અહીં મહિલાઓ માટેની ચૂડીઓ, હાર, કાનના કડાં, માંગટિકા, નોઝપિન સહિતની વિવિધ પ્રકારની આર્ટિફિશિયલ જ્વેલરી ઉપલબ્ધ છે. આ મોલની સૌથી મોટી ખાસિયત તેની કિંમત છે. સામાન્ય વર્ગથી લઈને મધ્યમ વર્ગ સુધીની મહિલાઓ સરળતાથી આ જ્વેલરી ખરીદી શકે છે. 10 રૂપિયાથી શરૂ થતી વસ્તુઓ હોવાને કારણે યુવતીઓ અને ગૃહિણીઓ બંનેમાં ઉત્સાહ જોવા મળે છે. સોનુ કુમાર જણાવે છે કે એક દિવસમાં સરેરાશ 25થી 30 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ જાય છે, જે અસ્થાયી મોલ માટે નોંધપાત્ર ગણાય.

આ પણ વાંચો: ‘સોનાની બોરડી’! કલમી બોરની ખેતીમાંથી વીઘે 70 હજારનો નફો, ખેડૂતની કિસ્મત બદલાઈ ગઈ

ચાર યુવકોનું કહેવું છે કે તેઓ કોઈ મોટા રોકાણ વગર પોતાના કૌશલ્ય અને મહેનતના આધારે આગળ વધ્યા છે. આજે તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને ભવિષ્યમાં આ વ્યવસાયને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. સ્થાનિક લોકોને પણ આવા ઉદ્યોગસાહસિક પ્રયાસોથી પ્રેરણા મળી રહી છે કે ઓછા સંસાધનો સાથે પણ સફળ વ્યવસાય ઊભો કરી શકાય છે. રાજસ્થાનની પરંપરાગત કળા અને ગુજરાતના બજારનું આ સુંદર સંયોજન સાવરકુંડલામાં એક નવો વ્યાપારી આગ્રહ બનાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *