10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ, 17 થી વધુ શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે

10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ, 17 થી વધુ શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


  • 10 Dec 2024 02:25 PM (IST)

    સુરત: હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી

    સુરત: હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી છે. મોટાભાગના રત્નકલાકારોના બાળકોએ શાળા છોડી છે. દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. 603 વિદ્યાર્થીઓએ LC લઇને શાળા છોડી દીધી. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ છે. મફત શિક્ષણ આપતી શાળા છોડી દેતા અનેક સવાલ સર્જાયા છે. શિક્ષણ સમિતિએ તપાસ કરતા હીરા મંદીનું કારણ સામે આવ્યું છે.

  • 10 Dec 2024 11:27 AM (IST)

    અમદાવાદ: સોલા વિસ્તારમાં PCBએ ઝડપ્યો જુગાર

    અમદાવાદ: સોલા વિસ્તારમાં PCBએ જુગાર ઝડપ્યો છે. જુગાર રમતા 16 આરોપીઓને પોલીસે ઝડપ્યા. 7 લાખથી વધુની રોકડ સહિત 23.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલીપ પટેલ નામના વ્યક્તિના બંગલામાં જુગાર રમાતો હતો. પોલીસે સંચાલક દિલીપ પટેલની પણ ધરપકડ કરી.

  • 10 Dec 2024 09:47 AM (IST)

    ગાંધીનગરઃ વાવના વિધાનસભાના ધારાસભ્ય આજે લેશે શપથ

    ગાંધીનગરઃ વાવના વિધાનસભાના ધારાસભ્ય આજે શપથ લેશેૉ. વાવ બેઠક પર ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોર આજે બપોરે 3 વાગે ધારાસભ્ય તરીકે લેશે શપથ. વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં શપથ લેશે. મુખ્યપ્રધાન સહિત અન્ય સિનિયર પ્રધાનો પણ હાજરી આપશે.

  • 10 Dec 2024 09:28 AM (IST)

    12 વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન

    12 વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. મહાકુંભમાં જવા ગુજરાતવાસીઓને ફ્લાઈટની સુવિધા મળશે. અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઈટ શરૂ થશે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન છે. ગુજરાતના અન્ય શહેરોથી પણ પ્રયાગરાજ જવા વિશેષ ટ્રેન દોડાવાશે.

  • 10 Dec 2024 08:55 AM (IST)

    જામનગર: સરકારી જી.જી.હોસ્પિટલ ફરી વિવાદમાં

    જામનગર: સરકારી જી.જી.હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ઈમર્જન્સી વોર્ડના તબીબોની બેદરકારી સામે આવી છે. ફરજ પર હાજર હોસ્પિટલનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો છે. ટેબલ અને ખુરશી પર આરામ કરતા નજરે પડયા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

  • 10 Dec 2024 08:55 AM (IST)

    સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ

    સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 17 થી વધુ શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. માત્ર 24 કલાકમાં નલિયાનો પારો 3.2 ડિગ્રી ગગડ્યો. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી, મહુવામાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. શહેરોના મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છ, ભાવનગરમાં આજે કોલ્ડવેવની આગાહી છે.



  • Source link

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *