હોળી અને ધુળેટીના તહેવારને લઈ એસટી નિગમ સજ્જ, કયા-કયા રૂટ પર વધારાની બસો દોડશે?

હોળી અને ધુળેટીના તહેવારને લઈ એસટી નિગમ સજ્જ, કયા-કયા રૂટ પર વધારાની બસો દોડશે?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન એકસ્ટ્રા સંચાલન 27 ફેબ્રુઆરી 2026થી 5 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવશે. એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા સંચાલન સર્વિસોનું ડેપો ખાતેથી અથવા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે.

એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન
એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન

અમદાવાદ: હોળી અને ધુળેટીના તહેવાર લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરવા માટે વતન જતા હોય છે, જેના કારણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર મુસાફરોને ભારે ભીડ થાય છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે.

એસટી નિગમના જન સંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું છે કે, તહેવારોમાં મુસાફરોની સંખ્યા વધી જાય છે. ત્યારે એસટી નિગમ દ્વારા મુસાફરોને સારી સુવિધા મળી રહે અને સમયસર પોતાના વતન પહોંચી જાય તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસો દ્વારા 7300 થી વધુ એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન મોકલવામાં આવે છે.

તેમજ ડાકોર રણછોડરાયજી ફુલડોલોત્સવ માટે 400 બસો દ્વારા 3 હજાર ટ્રીપોની દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ જેવા વિસ્તાર માંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર વગેરે વિસ્તારમાં જવા માટે વધારાની 1300 જેટલી બસો વડે 7500 જેટલી ટ્રીપો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાકોર અને દ્વારકા જવા માટે 450 બસો દ્વારા 3500 જેટલી ટ્રીપો સંચાલન કરવામાં આવશે.

હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન એકસ્ટ્રા સંચાલન 27 ફેબ્રુઆરી 2026થી 5 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવશે. એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા સંચાલન સર્વિસોનું ડેપો ખાતેથી અથવા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે. મુસાફરો સંચાલન સબંધિત પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નંબર પરથી જાણકારી મેળવી શકશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *