‘હોટલમાં આવી જાઓ LC આપી દઉં’, લંપટ આચાર્યની ડિમાન્ડથી ખળભળાટ

‘હોટલમાં આવી જાઓ LC આપી દઉં’, લંપટ આચાર્યની ડિમાન્ડથી ખળભળાટ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



એકવાર હોટલમાં આવીને મળી જાવ એટલે LC આપી દઉ! જો કે આ શબ્દો સાંભળીને હચમચી ગયેલી મહિલાએ પોતાના ભાઈને આ ઘટના અંગેની વાત કરતા લંપટ ઈન્ચાર્જ શિક્ષક રંગેહાથ ઝડપાઈ ગયો છે. મળતી વિગત પ્રમાણે શિક્ષણ જગતને વધુ એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો . સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો. વીડિયોમાં દાવો કરાઈ રહ્યો છે કે નડિયાદની શાળાની સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અમદાવાદની હોટલમાંથી એક મહિલા સાથે ઝડપાયા. મહત્વનું છે કે નડિયાદમાં આવેલી કમળા બા પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્યએ એક મહિલાને વિદ્યાર્થીનું LC આપવા માટે હોટલમાં બોલાવી હતી. જો કે લંપટ આચાર્ય જ્યારે હોટલના રૂમમાં હતો ત્યારે જ બરજંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલો ઉઘાડો પાડ્યો હતો. જો કે આ વાયરલ વીડિયોની ન્યૂઝ18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *