Final Up to date:
માસૂમ વરુણ હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનું મોત થઈ ચૂક્યું છે. તેના મોતનો જવાબદાર બીજું કોઈ નહીં પણ તેના સગા પિતા જ હતા.
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક સનકી યુવકે ગામલોકોની મશ્કરીમાં પોતાનો આખો પરિવાર વેરવિખેર કરી નાખ્યો. યુવક રાજસ્થાનમાં રહીને એક કંપનીમાં નોકરી કરતો હતો. પત્ની પિયરમાં રહેતી હતી. પતિને શંકા હતી કે તેની પત્નીના સંબંધ કોઈ અન્ય પુરુષ સાથે છે અને જે સંતાન છે તે પણ કોઈ બીજાનું છે. આ શંકાના કારણે તે રાજસ્થાનની પત્ની પાસે આવ્યો અને પોતાના 1 વર્ષના બાળકને છીનવી ફરાર થઈ ગયો. ત્યાર બાદ માસૂમ બાળકની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી માસૂમ બાળકની લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી અને હત્યારોપી પતિની ધરપકડ કરી લીધી. ચર્ચા છે કે પતિએ પોતાના ગામના જ અમુક લોકો સાથે વાતો કરતો હતો. ગામના લોકો તેની અને તેની પત્નીને લઈને અલગ અલગ વાતો કરી મશ્કરી કરતા હતા કે તું તો રાજસ્થાનમાં પતિથી દૂર રહીને પણ બાપ બની ગયો. ગજબનો કમાલ છે. આ કટાક્ષ સાંભળી તેને આ ખતરનાક ઘટનાને અંજામ આપી દીધો. હાલમાં પોલીસે હત્યાના આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો છે.
માસૂમ વરુણ હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનું મોત થઈ ચૂક્યું છે. તેના મોતનો જવાબદાર બીજું કોઈ નહીં પણ તેના સગા પિતા જ હતા. હકીકતમાં ભુતા વિસ્તારના અઠાના ગામના રહેવાસી સોમપાલના લગ્ન પાંચ વર્ષ પહેલા પીલીભીત જિલ્લાના બીસલપુર વિસ્તારની રહેવાસી રાજબેટી સાથે થયા હતા. સોમપાલ કમાવા માટે રાજસ્થાન ગયો અને તે જયપુરમાં કોઈ કંપનીમાં નોકરી કરવા લાગ્યો. અને રજા મળે તો ઘરે પત્નીને મળવા આવતો હતો. લગભગ એક વર્ષ પહેલા પત્નીએ એક દીકરા વરુણને જન્મ આપ્યો હતો.
સોમપાલ દીકરાના જન્મથી ખૂબ ખુશ હતો. પણ છેલ્લા કેટલાક સમયથી ગામના લોકો સાથે ફોન પર વાત કરતા સોમપાલને ગુસ્સો થવા લાગ્યો. ગામના લોકો તેની સાથે મશ્કરીમાં કહેતા કે તું તો રાજસ્થાનમાં છે અને રાજસ્થાનમાં રહીને પણ બાપ બની ગયો. વારંવાર આવી વાતો સાંભળી સોમપાલ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો. સાથે જ દીકરાનો ચહેરો તેની સાથે ન મળતો હોવાની વાત કરી પત્નીને હેરાન કરવા લાગ્યો. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તે અપરાધી બની ગયો અને બે દિવસ પહેલા સોમપાલ અચાનક રાજસ્થાનથી પત્ની પાસે પહોંચી ગયો અને પત્નીના ખોળામાંથી બાળકને છીનવી ભાગી ગયો. પછી તેને લઈને પહેલા તો બાળકનું ગળું દબાવી દીધું અને પછી તેની લાશને તળાવમાં ફેંકી દીધી.
આરોપી પિતાની અંદર એટલો ગુસ્સો હતો કે તેણે માસૂમની ડોક ત્રણ જગ્યાએથી તોડી નાખી હતી. જેના કારણે માસૂમ બચી શક્યું નહીં. પોલીસ હવે આ નિર્દયી પિતા સોમપાલની ધરપકડ કરી તેને જેલમાં મોકલવાની સાથે સાથે તપાસ શરુ કરી છે કે આખરે એ કોણ લોકો હતા, જેની વાતમાં આવીને સોમપાલે આટલું મોટું પગલું ભરી પોતાનો પરિવાર ઉજાડી દીધો.

