હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું, પણ રાહુલવાદી નથી: મણિશંકર અય્યરે કર્યા આકરા પ્રહાર

હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું, પણ રાહુલવાદી નથી: મણિશંકર અય્યરે કર્યા આકરા પ્રહાર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સમાચાર એજન્સી સાથે વાત કરતા અય્યરે જણાવ્યું કે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યો, તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે હું પાર્ટીનો સભ્ય છું. હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું અને રાજીવવાદી પણ છું, પણ હું રાહુલિયન નથી.

News18
News18

Mani Shankar Aiyar On Rahul Gandhi: કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે ફરી એક વાર વિવાદિત નિવેદન આપી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કેરળ વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા પોતાની પાર્ટી પર પ્રહારો કર્યા છે. સાથે જ તેમણે રાહુલ ગાંધીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, પાર્ટી ઈચ્છે તો કાઢી મૂકે. હું રાજીખુશીથી જતો રહીશ, પણ લાત મારીશ જોરદાર. અય્યરે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના વખાણ કર્યા.

હું ગાંધીવાદી છું, રાહુલવાદી નથી

સમાચાર એજન્સી સાથે વાત કરતા અય્યરે જણાવ્યું કે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યો, તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે હું પાર્ટીનો સભ્ય છું. હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું અને રાજીવવાદી પણ છું, પણ હું રાહુલિયન નથી. તેમણે ડો.બી.આર. આંબેડકરના જીવનનો હવાલો આપતા ખુદને પાર્ટીને એક એવો ભાગ ગણાવ્યો જે અલગ છે.

પવન ખેડાને પોપટ અને કઠપુતળી ગણાવ્યા

અય્યરનો ગુસ્સો અહીંથી અટક્યો નહોતો. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ એવું કહ્યું હતું કે અય્યરને કોંગ્રેસ સાથે કંઈ લેવાદેવા નથી. તો અય્યરે વળતો જવાબ આપતા કહ્યું કે પવન ખેડા તો કઠપુતળી અને પોપટ છે. તેમણે કહ્યું કે, પવન ખેડા કોઈ પ્રવક્તા નથી, એ તો જયરામ જે શીખવાડે તે રટણ કરે છે. જો ખેડા મને કાઢી મૂકવાની હિમ્મત કરે તો હું બહાર જઈને તેમને સબક શીખવાડીશ.

વિજયન માટે ઝૂકવા તૈયાર

અય્યરે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના ખૂબ વખાણ કર્યા અને ભવિષ્યવાણી કરી કે આગામી ચૂંટણીમાં ફરીથી ડાબેરી સરકાર જ સત્તામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે હું વિજયનના ચરણોમાં પડવા તૈયાર છું અને તેમને વિનંતિ કરું છું એ મશાલ પકડે જેને કોંગ્રેસે છોડી દીધી છે.

કેસી વેણુગોપાલ પર શું બોલ્યા

અય્યરે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલની તુલના સરદાર પટેલ સાથે થતાં નારાજગી વ્યક્ત કરી. તેને રાઉડી કહી દીધા. તેમણે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા માટે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને સૌથી મહત્ત્વનો ચહેરો ગણાવ્યા. કોંગ્રેસે સત્તાવાર રીતે આ નિવેદનને તેમના વ્યક્તિગત મત ગણાવી ખુદને અલગ કરી લીધું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *