હીરા ઉદ્યોગને મળશે નવી જિંદગી, અમેરિકા સાથે કરાર અને ટેરિફ ઘટાડાથી ડાયમંડ ધંધામાં આવશે મોટી તેજી

હીરા ઉદ્યોગને મળશે નવી જિંદગી, અમેરિકા સાથે કરાર અને ટેરિફ ઘટાડાથી ડાયમંડ ધંધામાં આવશે મોટી તેજી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

બોટાદ જિલ્લામાં લાંબા સમયથી મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે રાહતભરી ખબર સામે આવી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને યુદ્ધની પરિસ્થિતિને કારણે હીરાની નિકાસ પર મોટો ફટકો પડ્યો હતો, ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. પરંતુ ભારત સરકાર અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર કરાર બાદ ટેરિફમાં મોટો ઘટાડો થતાં હવે હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવવાની આશા જાગી છે.

+

હીરા

હીરા ઉદ્યોગમાં તેજીની આશા

બોટાદ: ઘણા લાંબા સમયથી હીરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે, ત્યારે હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને યુદ્ધના વાતાવરણને કારણે અનેક દેશોમાં હીરાની નિકાસ અને વેચાણ પર અસર પડી છે. બીજી તરફ ભારતના ડાયમંડની સૌથી વધારે ખરીદી કરતો દેશ અમેરિકા પણ નિકાસ પર 50% ટેરિફ લાદી દેવામાં આવ્યો હતો, જેના કારણે હીરા ઉદ્યોગને પડતા પર પાટુ જેવી સ્થિતિ હતી.

ભારત સરકાર દ્વારા અમેરિકાની સાથે એગ્રીમેન્ટ કરી માત્ર 18 ટકા ટેરિફ સાથે ભારત અમેરિકા વ્યાપાર કરી શકશે, તેવું એગ્રીમેન્ટ કરતા સૌથી વધુ ફાયદો હીરા ઉદ્યોગને થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકામાં હીરાનું વેચાણ વધશે અને ભારતનો હીરા ઉદ્યોગ સ્થિર થશે, તેવી આશા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા જીએસટીના સ્લેબના ઘટવાને કારણે 28% ના 18% સ્લેબ કરવામાં આવ્યો છે. તેમજ 12% નો પાંચ ટકા સ્લેબ કરવામાં આવતા તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમજ સૌંદર્ય પ્રસાધનની ચીજ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિકની ચીજ વસ્તુઓના ખરીદ વેચાણમાં વેપારીઓને ખૂબ મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ અંગે બોટાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુંએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અમેરિકા સાથે આ ઉપરાંત અમેરિકાએ જે ડાયમંડ રિયલ અમેરિકામાં વ્યાપાર કરવા માટે જતા હોય તેના ઉપર જે ટેરિફ હતો તે શૂન્ય કરવામાં આવ્યો છે. જેથી અમને એવી આશા છે કે હવે આગામી દિવસોમાં હીરા ઉદ્યોગ ફરી ધમધમશે અને તેમાં તેજી આવશે. અનેક ઉદ્યોગોમાં પણ હવે તેજી આવશે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને અનેક પરિવારો જે હીરાના વ્યવસાય પર નિર્ભર હોય છે તો આ વ્યવસાયમાં પણ હવે આગામી દિવસોમાં ધીરે ધીરે તેજી આવશે તેવું અમને લાગી રહ્યું છે.

આ પણ વાંચો: હવામાન પરિવર્તન સામે પ્રાકૃતિક ખેતી જ ઉકેલ? આ ખેડૂતે વિકટ સ્થિતિમાં પણ કરી લાખોની કમાણી

આ અંગે બોટાદના ચંદુભાઈ સાવલિયાએ જણાવ્યું કે હાલ જોઈએ તો જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, તે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે, તેમાં કોઈમાં 10% તો કોઈમાં 5% વગેરે અલગ અલગ ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટીમાં ઘટાડો થતાં અનેક ઉદ્યોગોમાં ફરી તેજી આવવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને બોટાદ જેવા જિલ્લાઓ જે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલ જોઈએ તો જે ડાયમંડમાં ટેરિફ ઘટ્યો છે તેનો પણ ખૂબ લાભ થશે તેવી અમને આશા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *