Final Up to date:
પાકિસ્તાન સામેની T20 મેચમાં ભારતે જીત હાંસલ કરી લીધી છે. જોકે આ મેચમાં હાર્દિક પંડ્યા પહેલા જ બોલે આઉટ થયો હતો. જેને લઈને ગૌતમ ગંભીરનું સ્ટેડિયમમાં જે રિએક્શન હતું તે હાલ ઘણું વાયરલ થયું છે.
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં હાર્દિક પંડ્યા માત્ર એક જ બોલનો મહેમાન સાબિત થયો. સેમ આયુબે પહેલા જ બોલે તેને કેચ આઉટ કરાવ્યો હતો. હાર્દિકની વિકેટ પડતાની સાથે કોચ ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ થયું હતું. ગંભીર તેની વિકેટથી ઘણા નાખુશ થયા હતા. તે સમયે ભારત માટે આ એક મોટો ઝટકો હતો જે ગૌતમ ગંભીરનું રિએક્શન જણાવે છે. કારણકે તે સમયે એવા વ્યક્તિની ક્રિઝ પર જરૂર હતી જે ઝડપથી રન બનાવી શકે.
14 ઓવરમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. 15મી ઓવર સેમ અયુબની હતી. જેમાં બીજી બોલ પર તિલક વર્મા આઉટ થયો. તિલકે 24 બોલમાં 25 રન કર્યા અને તે LBW થયો. ક્રિઝ પર હાર્દિક પંડ્યા સાથે લોકોને આશા હતી કે તે સારો સ્કોર બનાવશે. જોકે તે પહેલી જ બોલમાં લોંગ ઓફની ઉપર સિક્સ મારવા ગયો અને આરામથી બાબર આઝમે કેચ કરી લીધો.
હાર્દિકને ખાતું ખોલ્યા વગર જવાનો વારો આવ્યો. 2 બોલમાં 2 વિકેટ પડી જતાં ગૌતમ ગંભીરનો ચહેરો ઉતરી ગયો હતો. હાર્દિક આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ગંભીરનું જે રિએક્શન હતું તે હાલ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે.
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિકની જેમ ઓપનર અભિષેક શર્મા પણ ખાતું ન ખોલાવી શક્યો અને તે ચાર બોલમાં આઉટ થયો હતો. સેમ અયુબે તેને પહેલી જ ઓવરના છેલ્લા બોલે આઉટ કરી દીધો હતો. અભિષેક મિડ ઓનની ઉપર શોટ મારવા ગયો અને સલમાન આગાને કેચ આપી બેઠો. અભિષેકની ટૂર્નામેન્ટમાં બીજી મેચ હતી. જોકે તે એક પણ રન ન બનાવી શક્યો. યુએસએ સામેની મેચમાં પણ તે ખાતું નહોતો ખોલાવી શક્યો.
New Delhi,Delhi
Feb 15, 2026 10:31 PM IST

