હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડ માહિકાને આપી અતિ કિંમતી ચીજ, શરીર પર બનાવ્યું ખાસ ટેટૂ

હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડ માહિકાને આપી અતિ કિંમતી ચીજ, શરીર પર બનાવ્યું ખાસ ટેટૂ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

હાર્દિક અને માહિકાએ 2025માં ડેટિંગ શરુ કરી હતી. ટેટૂ સ્ટુડિયોના જણાવ્યા અનુસાર, હકીકતમાં હાર્દિક માહિકાને એક સિમ્પલ લવ ગિફ્ટ આપવા માગતો હતો.

News18
News18

હાર્દિક પંડ્યાના વેલેન્ટાઈન ડે સરપ્રાઈઝની વાત કરીએ તો તેણે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને શાનદાર ગિફ્ટ આપી છે. ભારતના ઓલરાઉન્ડરે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે એક નવું ટેટૂ બનાવ્યું છે અને તેને તરત ઓનલાઈન ધ્યાન ખેંચ્યું છે. હાર્દિક પંડ્યા પહેલા પ્રેમની નિશાની તરીકે નામનો પ્રથમ M બનાવવા માગતો હતો, પણ આર્ટિસ્ટ સાથે ડિટેલમાં વાત કરી અને મોડી રાત સુધી ચાલેલા બ્રેનસ્ટોર્મિંગ સેશન બાદ આ આઈડિયા એક મોટી ડિઝાઈનમાં બદલાઈ ગયો.

હાર્દિક પંડ્યાના ટેટૂ Mનું રહસ્ય

એલિયન્સ ટેટૂમાં બનેલી આ ટેટૂમાં બે ચિત્તા છે. એક બોલ્ડ અને એક અસલી જેવો. બીજી વહેતી લાઈનથી બનાવેલો છે, જે માહિકા માટે M અક્ષર બનાવે છે. આ ડિઝાઈનનો ઉદ્દેશ્ય કપલની વચ્ચેની સુંદર પાર્ટનરશિપને દેખાડે છે. આપને જણાવી દઈએ કે, ચિત્તો તાકાત અને પાર્ટનરશિપને દર્શાવે છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની ગર્લફ્રેન્ડ માહિકી પણ દેખાઈ રહી છે.

હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડને આપી અતિ કિંમતી વસ્તુ

હાર્દિક અને માહિકાએ 2025માં ડેટિંગ શરુ કરી હતી. ટેટૂ સ્ટુડિયોના જણાવ્યા અનુસાર, હકીકતમાં હાર્દિક માહિકાને એક સિમ્પલ લવ ગિફ્ટ આપવા માગતો હતો. તે પોતાની ડોક પાછળ M બનાવવા માગતો હતો. સ્ટુડિયોમાં વાતચીત બાદ આ આઈડિયા તેના સંબંધને દર્શાવવા માટે વધારે ડિટેલ્ડ આર્ટવર્કમાં બદલાયો. એલિયન્સ ટેટૂના ફાઉન્ડર સની ભાનુશાલીની પોસ્ટમાં લખ્યું, તમે સાચો અંદાજ લગાવ્યો. તે હાર્દિક પંડ્યા હતો. તે રાતના 2 વાગ્યે માહિકા માટે એક ગિફ્ટ લઈને આવ્યો. ફુલ નહીં, કોઈ પોસ્ટ નહીં, કોઈ વાયદો નહીં જે ફીકો પડી જાય. બસ એક શાંત આઈડિયા. ડોક પર એક M પણ ડિઝાઈન ખાલી એક અક્ષર પર નહોતી અટકતી. અહીં બે ચિત્તા પણ છે, જે એક સાથે દોડી રહ્યા હતા. એક બોલ્ડ અને એક લાઈનવર્કથી બનેલો અને આ મૂવમેન્ટની અંદર, તેની શરુઆતી જિંદગી. એક લવ સ્ટોરી, જ્યાં તેને હોવું જોઈએ ત્યાં રાખી છે. સ્કિન પર. કેપ્શનમાં નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *