સ્ટંટબાજોની સાન પોલીસ ઠેકાણે લાવી!

સ્ટંટબાજોની સાન પોલીસ ઠેકાણે લાવી!

ધર્મ RELIGION
Spread the love



રોડ પર આતંક મચાવનાર બાઈકર્સ ગેંગને પોલીસે પાઠ ભણાવ્યો. દ્વારકામાં જોખમી સ્ટંટ કરનારા બાઈકર્સ સામે પોલીસે લાલ આંખ કરી. હાઈવે પર સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી સ્ટંટબાજોને કાયદાનો પાઠ ભણાવ્યો. આ ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. દસ્તાવેજો રજૂ ન કરનાર અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે પોલીસે પગલા લીધા. પોલીસે કુલ 15 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા, કાર, રિક્ષા, બાઈક અને સ્કૂટર સહિતના વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા. આ સાથે પોલીસે બેફામ બનેલા વાહન ચાલકોને કડક સંદેશો આપ્યો કે કાયદાથી ઉપર જશો તો પોલીસ કોઈને નહીં બક્ષે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *