જોકે, ગત થોડા દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં અસામાન્ય ઘટાડો આવ્યો છે. ગુરુવાર, 5 ફેબ્રુઆરીના રોજ ચાંદીની કિંમતમાં અચાનક 16 ટકાનો ઘટાડો નોંધાયો. સોનાની કિંમતોમાં લગભગ 4 ટકાનો ઘટાડો આવ્યો છે. માર્કેટ સૂત્રોનું માનવું છે કે, પ્રોફિટ બુકિંગ અને અમેરિકન ડોલર મજબૂત થવાના કારણે આ બદલાવ આવ્યો છે. આ ઉપરાંત, અમેરિકા અને ઇરાનની વચ્ચે તણાવમાં થોડો ઘટાડો થવાથી પણ આ ધાતુઓની કિંમતો પર અસર પડી છે. શિફની સલાહ છે કે, આ અસ્થાયી ઘટાડાને એક ચેતવણી તરીકે જોવી જોઈએ.

