સુરત શહેરમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: એરપોર્ટ પરથી 17.658 કિલો ‘હાઇડ્રો વીડ’ જપ્ત, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર ઝડપાયો

સુરત શહેરમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: એરપોર્ટ પરથી 17.658 કિલો ‘હાઇડ્રો વીડ’ જપ્ત, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર ઝડપાયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને 17.658 કિલો ‘હાઇડ્રો વીડ’ જપ્ત કર્યો છે. આ ઓપરેશનથી ચેન્નઈ અને બેંગકોકના ડ્રગ્સ નેટવર્કની કડીઓ બહાર આવી છે. પકડાયેલા મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ ચાલુ છે. “ડ્રગ્સ મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી ચાલુ રહેશે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘હાઇડ્રો વીડ’ પકડાયું
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘હાઇડ્રો વીડ’ પકડાયું

સુરત : ગુજરાત સરકારની “ડ્રગ્સ મુક્ત ગુજરાત” અને “ઝીરો ટોલરન્સ” નીતિ હેઠળ સુરત શહેરમાં ચાલતા “No Medication in Surat Metropolis” અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. Surat Metropolis Police ની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી અંદાજે ₹6.18 કરોડ કિંમતનો 17.658 કિલો ‘હાઇડ્રો વીડ’ (હાઈબ્રીડ ગાંજો) જપ્ત કર્યો છે.

બે કેરિયરોની ધરપકડ

અગાઉ તા. 22/12/2025ના રોજ DCP ક્રાઈમને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું હતું. બેંગકોકથી આવતી Air India Specific ની ફ્લાઇટ IX-263 સાંજે 7:40 વાગ્યે Surat Worldwide Airport પર ઉતરતા જ બે મુસાફરોને અટકાવવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાસીયા અબ્દુલ કપુર હતા, જેમની ટ્રોલી બેગમાંથી ખાસ ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવેલ 17.658 કિલો ‘હાઇડ્રો વીડ’ મળી આવ્યો હતો.

ચેન્નઈ સાથે કનેક્શન

આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જથ્થો ચેન્નઈના થામીમ ઉર્ફે તમીમ ઇબ્રાહીમ અન્સારી દ્વારા મંગાવવામાં આવ્યો હતો. તે પણ સુરત પહોંચવાનો હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો. વધુ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મુખ્ય સુત્રધાર તરીકે થાગા ગની ઉર્ફે શાહજહાંનું નામ સામે આવ્યું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે Chennai ખાતે ઓપરેશન હાથ ધરી તા. 12/02/2026ના રોજ તેને ઝડપી પાડ્યો.

આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે આવ્યું

તપાસમાં સામે આવ્યું કે ગેંગનો મુખ્ય ઓપરેશનલ આધાર Bangkok ખાતે હતો. બેંગકોકમાં રહેનારા મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ (મૂળ ચેન્નઈ) મુખ્ય સુત્રધાર તરીકે કાર્યરત છે. છેલ્લા 2.5 વર્ષથી આ નેટવર્ક ભારતના વિવિધ શહેરોમાં હાઈબ્રીડ ગાંજો ઘુસાડતું હતું. ‘કેરિયર’ પદ્ધતિ અપનાવી લોકોને બેંગકોક મોકલી, તેમના મારફતે ડ્રગ્સ ભારતમાં લાવવામાં આવતો હતો. પકડાયેલ મુખ્ય આરોપી અગાઉ 1999માં ચેન્નઈના B-1 પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ ભંગના ગુનામાં પકડાયો હતો.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/સુરત/

સુરત શહેરમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: એરપોર્ટ પરથી 17.658 કિલો ‘હાઇડ્રો વીડ’ જપ્ત, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર ઝડપાયો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *