સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારોમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા એક મહિનાથી ગરમાયો છે. ત્યારે અચાનક સાઈટ પર કચરાના ઢગલામાં રહસ્યમયી રીતે આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો પાંચ કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોત-જોતામાં આગ કચરામાં દૂર સુધી ફેલાઈ ગઈ હતી. અત્યાર સુધીમાં આઠ લાખ લીટર કે વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે પણ આગમાં કાબુ મેળવવામાં સફળતા મળી નથી. વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મુકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Source link
