સુરતમાં નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ: સહજાનંદ અને ગજાનંદ નામે વેચાતું શંકાસ્પદ ઘી જપ્ત

સુરતમાં નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ: સહજાનંદ અને ગજાનંદ નામે વેચાતું શંકાસ્પદ ઘી જપ્ત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સુરતમાં “શ્રી સહજાનંદ ગાય ઘી” અને “શ્રી ગજાનંદ ગાય ઘી” નામે પેકિંગ કરીને આ શંકાસ્પદ ઘી બજારમાં વેચવામાં આવતું હતું. સ્થળ પરથી કુલ 2228 ડબ્બાઓમાં ભરાયેલા અંદાજે 583.800 લીટર જેટલું ઘી મળ્યું છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન નિહાર ભરતભાઈ મોવલિયા નામનો વ્યક્તિ મળી આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી દરમિયાન નિહાર ભરતભાઈ મોવલિયા નામનો વ્યક્તિ મળી આવ્યો હતો.

સુરત: શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું વધુ એક નકલી ઘીનું રેકેટ બહાર આવ્યું છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશન અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઉત્તરાણ વિસ્તારમાં રંગોલી ચોકડી પાસે આવેલા અવસર પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી હજારો ડબ્બાઓમાં ભરેલું ઘી તેમજ તેને બનાવવામાં ઉપયોગ થતી વિવિધ મશીનરી અને સાધન સામગ્રી જપ્ત કરી છે. ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝાની દુકાન નંબર 106 અને 108માં આ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન નિહાર ભરતભાઈ મોવલિયા નામનો વ્યક્તિ મળી આવ્યો હતો, જ્યારે પિયુષ વિઠ્ઠલભાઈ સાંગાણી નામનો વ્યક્તિ હાલ મળ્યો નથી અને તેની શોધખોળ ચાલુ છે.

શંકાસ્પદ 583.800 લીટર ઘી જપ્ત

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, “શ્રી સહજાનંદ ગાય ઘી” અને “શ્રી ગજાનંદ ગાય ઘી” નામે પેકિંગ કરીને આ શંકાસ્પદ ઘી બજારમાં વેચવામાં આવતું હતું. સ્થળ પરથી કુલ 2228 ડબ્બાઓમાં ભરાયેલા અંદાજે 583.800 લીટર જેટલું ઘી મળ્યું છે. આ ડબ્બાઓ 100 મિલી, 200 મિલી, 500 મિલી, 1 લીટર, 15 લીટર તેમજ 15 કિલોના પેકિંગમાં ભરેલા હતા. આ ઘીના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા 3,50,280 જેટલી ગણવામાં આવી છે.

4,94,940 જેટલો મુદ્દામાલ સીઝ

આ સિવાય સ્થળ પરથી શંકાસ્પદ ઘી બનાવવામાં ઉપયોગ થતી અનેક સાધન સામગ્રી પણ મળી આવી હતી. જેમાં જેમીની સોયાબીન તેલના ડબ્બા, ડાલડા ઘીના ડબ્બા, હીટિંગ મશીન, સિલિંગ મશીન, મોટું તપેલું, સગડી, ગેસ બોટલ, વજન કાંટો, તાવીથો, બોટલો, ઘી એસેન્સની બોટલ, થર્મોમીટર અને 20 એમએલનું માપીયું સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો અને સામગ્રીની કુલ કિંમત આશરે રૂપિયા 1,44,660 ગણવામાં આવી છે. આ રીતે ઘી અને સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા 4,94,940 જેટલો મુદ્દામાલ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થળ પરથી ઘીના નમૂનાઓ પણ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સોયાબીન તેલ અને અન્ય કેમિકલનો ઉપયોગ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું અને તેને જાણીતા બ્રાન્ડ જેવા નામે પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું. આ કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાણ પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે તેમજ આ નકલી ઘી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જોડાયેલા ખાદ્ય પદાર્થોમાં આવા ભેળસેળના કિસ્સાઓ સામે આવતા સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *