સુરતમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને બેસાડીને નીકળ્યો રિક્ષા ચાલક! વીડિયો વાયરલ

સુરતમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને બેસાડીને નીકળ્યો રિક્ષા ચાલક! વીડિયો વાયરલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સુરતમાં વધુ એક વખત રિક્ષાની જોખમી સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક ખુલ્લેઆમ ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડીને બેફામ રીતે રિક્ષા હંકારી રહ્યો છે. નવાઈની બાબત એ છે કે વાયરલ થઈ રહેલ આ વીડિયો પોલીસ કમિશનર કચેરી નજીકનો જ છે. જ્યાં રિક્ષા ચાલક જોખમી રીતે મુસાફરોને રિક્ષામાં બેસાડીને કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં એક વ્યક્તિનો પગ તો બહાર લટકતો જોવા મળ્યો હતો. ત્યારે હવે સવાલ એ થાય કે ટ્રાફિકથી ભરચક આ રોડ પર જો કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદારી કોની? સમગ્ર મામલે સ્થાનિકોએ રિક્ષા ચાલક સામે આકરા પગલાં લેવા માટે માગ ઉચ્ચારી છે. જો કે હવે જોવું જ રહ્યું કે પોલીસને પડકાર ફેંકી રહેલા આ રિક્ષા ચાલકને સુરત પોલીસ કાયદાનો પાઠ ભણાવે છે કે નહીં. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ રિક્ષા બારડોલી પાસિંગની હોવાનું સામે આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *