US-Iran Conflict Ceasefire : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન યુદ્ધનો અંત લાવવા તરફ પ્રગતિ કરવા માટે ઉત્સુક છે અને તેમની વાતચીત કરનારી ટીમને નિર્દેશ આપ્યો છે કે તે ઇરાનીઓ સાથે સદ્ભાવનાથી વાતચીત કરે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે બુધવારે આ વાત કહી હતી.
હંગેરીની મુલાકાત દરમિયાન બુડાપેસ્ટમાં એક કાર્યક્રમમાં બોલતા વેન્સે કહ્યું હતું કે જો ઇરાન પ્રામાણિકપણે વાતચીત કરે તો એક સમજુતી શક્ય છે. પરંતુ તેમણે એ પણ કહ્યું કે જ્યારે ઇરાની વ્યવસ્થાના કેટલાક ભાગો વાતચીતને સકારાત્મક રુપથી લઇ લઈ રહ્યા છે, જ્યારે અન્ય લોકો આમ કરી રહ્યા નથી. તેમણે પરિસ્થિતિને નાજુક સીઝફાયર તરીકે ગણાવી હતી.
ઇરાનીઓ પર નિર્ભર છે કે તેઓ કેવી રીતે વાતચીત કરે છે : વેન્સ
વેન્સે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિએ મને કહ્યું છે અને તેમણે સમગ્ર વાતચીત કરનારી ટીમ, વિદેશ મંત્રી, વિશેષ દૂત સ્ટીવ વિટકોફને કહ્યું છે કે જાઓ એક સમજુતી પર પહોંચવા માટે સદ્ભાવનાથી કામ કરો.” તે બેચેન છે. તે પ્રગતિ કરવા માટે બેચેન છે. તેમણે અમને સદ્ભાવનાથી વાટાઘાટો કરવાનું કહ્યું છે અને મને લાગે છે કે જો તેઓ સદ્ભાવનાથી વાતચીત કરશે તો અમે એક સમજુતી કરી શકીશું. તે ઇરાનીઓ પર નિર્ભર છે કે તેઓ કેવી રીતે વાતચીત કરે છે. હું આશા રાખું છું કે તેઓ યોગ્ય નિર્ણય લેશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી
બે અઠવાડિયા માટે સીઝફાયર
અમેરિકા અને ઈરાને બે અઠવાડિયા માટે સીઝફાયર માટે સહમત થયા છે. આનાથી છ અઠવાડિયાથી ચાલી રહેલું યુદ્ધ બંધ થઈ જશે. આ યુદ્ધમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે સીઝફાયરની જાહેરાત કરી હતી. જોકે સીઝફાયરની જાહેરાત પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દો નહીં તો ઈરાનની આખી સભ્યતાને વિનાશનો સામનો કરવો પડશે.
