સિલિન્ડર અને ઇન્ડક્શનની ખેંચતાણમાં અમદાવાદની કોલેજની મેસનો જોરદાર જુગાડ, બનાવી દીધો ચૂલો

સિલિન્ડર અને ઇન્ડક્શનની ખેંચતાણમાં અમદાવાદની કોલેજની મેસનો જોરદાર જુગાડ, બનાવી દીધો ચૂલો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

કોમર્શિયલ ગેસની સપ્લાય ઘટશે અથવા અછત ઊભી થશે તો હોસ્ટેલોમાં ચાલતી મેસ સેવા પર અસર પડી શકે છે. જેના કારણે પોતાના ઘરથી કિલોમીટરો દૂર રહીને ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મેસમાં ગેસની સાથે એક ભાગમાં ચૂલો પણ બનાવી દેવામાં આવ્યો છે.
મેસમાં ગેસની સાથે એક ભાગમાં ચૂલો પણ બનાવી દેવામાં આવ્યો છે.

અમદાવાદ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્ભવેલી ગેસની કટોકટીને પગલે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સ્થગિત કરી દેવામાં આવતા લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોમર્શિયલ ગેસની સંભવિત અછતને કારણે હોસ્ટેલ મેસ ચલાવતા કોન્ટ્રાક્ટરોમાં ચિંતામાં વધારો થયો છે. અમારા સંવાદદાતા વિભુ પટેલે એલડી એન્જિનિયર કોલેજની મેસમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એલડી એન્જિનિયર કોલેજની મેસમાં રોજના એક ટંકમાં 150 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોય છે. જોકે, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે મેસના સંચાલકોએ એક નવો જુગાડ શોધી લીધો છે. આ મેસમાં ગેસની સાથે એક ભાગમાં ચૂલો પણ બનાવી દેવામાં આવ્યો છે.

મહિનાના 40થી 45 સિલિન્ડરની જરૂર પડે છે

કોમર્શિયલ ગેસની સપ્લાય ઘટશે અથવા અછત ઊભી થશે તો હોસ્ટેલોમાં ચાલતી મેસ સેવા પર અસર પડી શકે છે. જેના કારણે પોતાના ઘરથી કિલોમીટરો દૂર રહીને ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એલડી એન્જિનિયર કોલેજની મેસમાં રોજના અંદાજે 150 વિદ્યાર્થીઓ જમતા હોય છે. આ લોકોને જમાડવા માટે મેસને એક મહિનાના 45થી 50 સિલિન્ડરની જરૂર પડે છે.

“અમે ઓપ્શન શોધ્યું છે”

એલડી એન્જિનિયર કોલેજની મેસના સંચાલક નરેશભાઈએ અમારી ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, રોજ એક ટંકના 150થી 200 છોકરાઓ મેસમાં જમતા હોય છે. સામાન્ય રીતે મહિનાના 45થી 50 ગેસના સિલિન્ડર અમને જોઈતા હોય છે. હોળીની રજાઓ બાદ સોમવારથી તો કોલેજ પણ રાબેતા મુજબ ચાલી રહી છે. અમારી પાસે થોડો સ્ટોક હતો એટલે અત્યાર સુધી ચાલ્યું. જો હજી થોડા દિવસ આવુંને આવું ચાલશે તો અમને તકલીફ પડશે. એટલે અમે આનું ઓપ્શન શોધી લીધું છે. અમે અહીં મેસની પાછળ જ એક ચૂલો બનાવી દીધો છે. આ સાથે અમે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન પણ એપ્લાય કર્યું છે. જોકે, તેની પણ ડિમાન્ડ વધારે હોવાને કારણે અમને ડિલિવરી મળી નથી રહી.

“થોડા દિવસ તો વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે” 

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, હાલ અમને સિલિન્ડર તો મળે છે પરંતુ ક્યારેક એક મળે તો ક્યારેક બે મળે. એટલે અમારે ચૂલો પણ બનાવવો પડ્યો છે. આ રીતે અમે વિદ્યાર્થીઓને જમાડીએ છીએ. હાલ તો વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. જો આ જ સ્થિતિ વધારે દિવસો માટે રહેશે તો વિદ્યાર્થીઓને અને અમારે તકલીફ રહેવાની છે.

નોંધનીય છે કે, નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન (NRAI) અને ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પાઇપલાઇન ધરાવતી મોટી રેસ્ટોરન્ટ્સ સુરક્ષિત છે. પરંતુ સિલિન્ડર પર નિર્ભર એવા 30% જેટલા નાના એકમો, ક્લાઉડ કિચન, લારી-ગલ્લા અને કેટરિંગ ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે છે અને મેનુના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિમાં સંઘર્ષના માર્ગે નીકળવા અને સરકાર પાસે ગેસનું ‘રાશનિંગ’ કરીને પણ સપ્લાય ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવી રહી છે, જેથી કોવિડ જેવી આર્થિક પાયમાલીથી બચી શકાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *