સાવધાન! તમે જે દૂધ-છાસ પીઓ છો તે અસલી છે કે ઝેર?

સાવધાન! તમે જે દૂધ-છાસ પીઓ છો તે અસલી છે કે ઝેર?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


તમે જે દૂધ-છાસ પીઓ છો તે અસલી છે કે ઝેર? તમારા બાળકોને જે દૂધ પીવડાવો છો તેમાં ક્યાંક યુરિયા કે ડિટર્જન્ટ તો નથી ને? સાબરકાંઠાના પ્રાંતિજમાં સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સલાલ ગામમાંથી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ. આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમો આસપાસના ગામોમાંથી દૂધ એકત્ર કરતો. બાદમાં દૂધમાં અલગ અલગ કેમિકલ્સ ઉમેરીને 4 ગણું નકલી દૂધ અને છાસ તૈયાર કરતો હતો. આરોપી દરરોજ અંદાજે 500 લીટર દૂધ એકત્ર કરતો હતો, જેમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલિન ઉમેરીને 1700 લીટર જેટલું દૂધ અને છાશ તૈયાર કરતો હતો. આ ઝેરી મિશ્રણને આકર્ષક પેકિંગમાં ભરીને અમદાવાદ, ગાંધીનગર, તલોદ, મોડાસા અને માણસા જેવા શહેરોમાં સપ્લાય કરવામાં આવતું. લોકો જેને પૌષ્ટિક માનીને પીતા હતા, તે હકીકતમાં ઝેરી કેમિકલ હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાકેશ પટેલ જમીન દલાલીના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે. લોકોના જીવના જોખમે લાખોનો નફો કમાતા આરોપીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *