સાળંગપુરમાં 51000 કિલો રંગથી રમાશે હોળી

સાળંગપુરમાં 51000 કિલો રંગથી રમાશે હોળી

બ્લોગ BLOG
Spread the love



સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ યોજાશે. 3 માર્ચે સાળંગપુરધામમાં હનુમાનજીના સાનિધ્યમાં ભક્તિ અને રંગોનો ઉત્સવ જામશે. હોળીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાશે. મંગળા આરતી અને શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાની વિશેષ પૂજા કરાશે. સવારે 7:30 થી 11 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં સંતો અને લાખો ભક્તો એકસાથે રંગોત્સવમાં ભાગ લેશે. આ માટે 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાયા છે. એર પ્રેશર મશીનથી ભક્તો પર રંગોની વર્ષા કરાશે. રંગોત્સવને ખાસ બનાવવા માટે 70થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ, 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ સાથે 10 હજાર ફુગ્ગા છોડવામાં આવશે. નાસિક ઢોલના તાલે ઢોલીઓ ધૂમ મચાવશે. ભક્તો સંતોના સાનિધ્યમાં રાસની રમઝટ સાથે રંગોત્સવનો આનંદ માણશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *