સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કાર્ડિયક અરેસ્ટથી થયું, પોલીસ કમિશ્નરે રહસ્યો ખોલ્યા

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કાર્ડિયક અરેસ્ટથી થયું, પોલીસ કમિશ્નરે રહસ્યો ખોલ્યા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

આ મામલામાં સાધ્વીના પિતા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ પણ ચર્ચામાં હતી. તેના પર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું કે આ પોસ્ટને આ ઘટના સાથે કોઈ કનેક્શન નથી મળ્યું.

News18
News18

Prem Baisa Dying Case Report: જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસાના નિધન સાથે જોડાયેલો કેસ નવા વળાંક પર આવી ગયો છે. શહેરના પોલીસ કમિશનર ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્ત્વની વાત જણાવી છે. કમિશનરે જણાવ્યું કે મેડિકલ રિપોર્ટ અનુસાર, સાધ્વીનું મોત કાર્ડિયાક અરેસ્ટ અને શ્વાસની બીમારીના કારણે થયું છે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે તેમને પહેલાથી અસ્થમા અને શ્વાસની તકલીફ હતી. પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર ઓમ પ્રકાશે કહ્યું કે, એસઆઈટી તપાસમાં અમુક તથ્યો સામે આવ્યા છે, જેમાં બેદરકારીની વાત પણ નીકળીને સામે આવી છે. પ્રથમ દ્રષ્ટિએ કંપાઉન્ડર દેવી સિંહ રાજપુરોહિત પર બેદરકારીના સંકેત મળ્યા છે.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ડોક્ટરની રસીદ વિના ઇન્જેક્શન લગાવ્યા. સાથે જ એવો પણ સવાલ થયો કે આખરે દર્દીની હાલત બગડતા તેને હોસ્પિટલે કેમ ન મોકલી. એસઆઈટીને આ સંબંધમાં અમુક તથ્યો પણ મળ્યા છે. જો કે પોલીસનું કહેવું છે કે અંતિમ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ તે અનુસાર, આગળની કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ અધિનિયમ અને કાનૂની જોગવાઈ અંતર્ગત કંપાઉન્ડર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટનું કોઈ કનેક્શન મળ્યું નહીં

આ મામલામાં સાધ્વીના પિતા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ પણ ચર્ચામાં હતી. તેના પર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું કે આ પોસ્ટને આ ઘટના સાથે કોઈ કનેક્શન નથી મળ્યું.

તેમણે કહ્યું કે તપાસમાં પિતાનો કોઈ ખોટો ઇરાદો અથવા મેલેફાઈડ ઇન્ટેન્શન સામે આવ્યું નથી. પહેલાથી નોંધાયેલા કોઈ પણ કેસને આ ઘટના સાથે કોઈ સંબંધ નથી જોવા મળ્યો.

તપાસ ચાલુ, જનતા સાથે પણ સવાલ

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હાલમાં તપાસ કરી રહી છે. અમુક તથ્યોને લઈને સામાન્ય લોકો પાસેથી પણ જાણકારી એકઠી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આખી તપાસ પારદર્શી તરીકે કરવામાં આવી રહી છે.

કમિશનરે જણાવ્યું કે, હાલમાં જે વાતો સામે આવી છે, તે પ્રાથમિક છે. વિસ્તૃત મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ રૂપથી સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં એટલું જ નક્કી છે કે કાર્ડિયાક અરેસ્ટ અને શ્વાસની બીમારી મોતનું કારણ બતાવ્યું છે. પણ બેદરકારીના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *