Final Up to date:
બોલિવૂડ એક્ટર સલમાન ખાનનાં પિતા સ્ક્રીન રાઇટર સલીમ ખાનની હેલ્થ અપડેટ શેર કરતા જણાવ્યું હતું કે, સ્ક્રિપ્ટ રાઇટરને ડીએસએ પ્રોસિઝર કરવી પડી છે. તો જાણો ડીએસએ પ્રોસિઝર શું છે?
બોલિવૂડ એક્ટર સલમાન ખાનનાં પિતા સલીમ ખાનની તબિયતને લઈને પરિવાર અને ફેન્સનાં લોકો ચિંતિત છે. 90 વર્ષનાં સલીમ ખાનને મંગળવારનાં રોજ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે જણાવ્યું કે, ખાન પરિવારનાં ફિઝિશિયન સંદીપ ચોપરાએ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, પરંતુ અચાનક એવું થયું કે જેના કારણે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લાવવા પડ્યા હતા. હાલમાં સલીમ ખાન ICU માં વેન્ટિલેટર સપોર્ટ પર છે. સલીમ ખાનની હેલ્થ વિશે વાત કરતા લીલાવતી હોસ્પિટલ તરફથી અપડેટ આપવામાં આવી હતી. આ સાથે જણાવ્યું હતું કે, સલીમ ખાનને ડીએસએ ટ્રીટમેન્ટ કરવી પડી છે.
સલીમ ખાનને ડીએસએ પ્રોસિઝર કરવી પડી
સલીમ ખાનને મિનિમલ બ્રેઇન હેમરેજ થયું હતું. આ વાત ડોક્ટર જલીલે કરી છે. ડોક્ટરે કહ્યું હતું કે સલીમ ખાનનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. શરૂઆતી તપાસ બાદ સલીમ ખાનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા જેના કારણે તકલીફ આગળ વધતા રોકી શકાય. જો કે હાલત ક્રિટિકલ નથી. ડોક્ટરે જણાવ્યું હતું કે, સલીમ ખાનને એક નાની પ્રોસિઝર કરવામાં આવી છે જેનું નામ ડીએસએ છે. તો જાણો આખરે આ શું છે?
ડીએસએ પ્રોસિઝર શું છે?
લીલાવતી હોસ્પિટલનાં ડોક્ટર જલીલ પારકરે કહ્યું હતું કે, ન્યૂરો સર્જન નિતિન ડાંગે સલીમ ખાન પર એક નાની પ્રોસિઝર કરી હતી. આ પ્રોસિઝરનું નામ ડીએસએ જણાવી હતી. આમ, તમને જણાવી દઈએ કે આ પ્રોસિઝરનું પૂરું નામ ડિજિટલ સબટ્રેક્શન એન્જીયોગ્રાફી છે. આ એક આધુનિક અને દર્દ વગરની ટેકનિક છે. આનું મુખ્ય કામ નસનો HD ફોટો લેવાનો છે.
ડીએસએ પ્રોસિઝરમાં એક્સ-રે મશીન અને કોન્ટ્રાસ્ટ ડાઇનો ઉપયોગ થાય છે. આ શરીરનાં અંદરનાં અંગોની તસવીરનો ઉપયોગ કરે છે, જેના ઉપયોગથી બ્લડ વેસેલ્સને રિયલ ટાઇમ ઇમેજ આવે છે. ડીએસએની આ પ્રોસિઝરથી નસોનું બ્લોકેજ વિશે જાણ થાય છે. આ પ્રોસિઝરથી એ વાતની પણ જાણ થાય છે કે અંદર કોઈ નસ ફાટી નથી અને સાથે કોઈ ટ્યુમર તો નથી. આ સાથે કોઈ નસ બ્લોક હોય તો પણ તેની જાણ થાય છે. આ પ્રોસિઝરમાં બીમારીની ઓળખ સરળતાથી થઈ શકે છે.
Mumbai,Maharashtra

