સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનને લઈ મોટા સમાચાર, રિલીઝ ડેટમાં ફેરફાર થવાની શક્યતા

સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનને લઈ મોટા સમાચાર, રિલીઝ ડેટમાં ફેરફાર થવાની શક્યતા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધ બેટલ ઓફ ગલવાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટમાં મેકર્સ દ્વારા ફેરફાર કરવામાં આવી શકે છે.

બેટલ ઓફ ગલવાન ફિલ્મને લઈ મોટા સમાચાર
બેટલ ઓફ ગલવાન ફિલ્મને લઈ મોટા સમાચાર

સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ધ બેટલ ઓફ ગલવાનને લઈને ઘણા ચર્ચામાં છે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જોકે હાલ આ ફિલ્મને લઈને એક એવી માહિતી સામે આવી છે જેને લઈને દર્શકો નિરાશ થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે કે આ ફિલ્મની રિલીઝ ડેટ હવે લંબાઈ શકે છે. પહેલી એવી માહિતી હતી કે આ ફિલ્મ 17 એપ્રિલના રોજ રિલીઝ થશે જોકે હવે આ ફિલ્મને લઈને મેકર્સે નવી તારીખ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે.

બોલિવૂડ હંગામાની રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ફિલ્મ બેટલ ઓફ ગલવાનની શૂટિંગ હજુ પૂરી નથી થઈ જેને લઈને રિલીઝને ટાળવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો એક સપ્તાહનો શેડ્યૂલ 9 ફેબ્રુઆરીએ શરૂ થવાનો છે. જેટલી પણ શૂટિંગ બાકી છે તેને ફેબ્રુઆરીના અંત સુધીમાં સમાપ્ત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

રિપોર્ટમાં સોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડાયરેક્ટર અપૂર્વ લખિયા જલદી ફરી શૂટ કરેલા પાર્ટનું એડિટિંગ શરૂ કરશે. જોકે મામલો માત્ર એડિટિંગ સુધી સીમિત નથી. નિયમ પ્રમાણે બેટલ ઓફ ગલવાનને રિલીઝ પહેલા રક્ષા મંત્રાલયને દેખાડવામાં આવશે. જેમાં સમય લાગી શકે છે. આ જ કારણે મેકર્સને લાગી રહ્યું છે કે ફિલ્મને 17 એપ્રિલ સુધીમાં તૈયાર કરવી મુશ્કેલ બનશે.

સલમાન ખાન પોતે પણ આ વાતને લઈને ઘણા ગંભીર છે તેમનું માનવું છે કે ફિલ્મ દેશભક્તિ સાથે જોડાયેલી છે જેથી ફિલ્મને લઈને ઉતાવળ ન થવી જોઈએ. ટીમ દ્વારા પણ સ્પષ્ટ છે કે ભલે સમય લાગે પણ ફિલ્મનો ફાઇનલ લુક એકદમ દમદાર અને યાદગાર રહેવો જોઈએ. જોકે હજુ સુધી આ મામલે સલમાન કે અપૂર્વ લખિયા તરફથી કોઈ ફાઇનલ નિર્ણય લેવામાં નથી આવ્યો.

આપને જણાવી દઈએ કે સલમાન ખાનની આ ફિલ્મ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે ઝડપ થઈ હતી તેને લઈને બનાવવામાં આવી છે. ગલવાન ઘાટીમાં આપણા દેશના જવાનો હથિયારો વગર માત્ર પથ્થર અને ડંડા સાથે લડ્યા હતા. ફિલ્મમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહનો પણ મહત્વનો રોલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *