‘શૌચ વેચીને કમાઈ શકશો કરોડો રૂપિયા,’ આ બહેનની વાતો જાણીને ઝટકો લાગશે તમને, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે

‘શૌચ વેચીને કમાઈ શકશો કરોડો રૂપિયા,’ આ બહેનની વાતો જાણીને ઝટકો લાગશે તમને, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવતીએ એવો દાવો કર્યો છે કે માણસનું મળ વેચીને કરોડોની કમાણી થઈ શકે છે. જેને લઈને આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Image: Instagram@truelysimran
Picture: Instagram@truelysimran

સોશિયલ મીડિયા પર રૂપિયા કમાવાને લઈને અલગ અલગ વીડિયો તો તમે જોયા જ હશે. જોકે હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેને લઈને તે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. વીડિયોમાં જે યુવતી દેખાઈ રહી છે તે એવું કહી રહી છે અમુક કંપનીઓ એવી વસ્તુઓ પણ ખરીદી શકે છે જેના વિશે તમે વિચારી પણ નહીં શકો. ખરેખરમાં આ વસ્તુ માણસનું મળ છે જેને વેચીને રૂપિયા કમાઈ શકાય છે. તેવું આ વીડિયોમાં યુવતીએ કહ્યું છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં યુવતી એવું બોલી રહી છે કે કોઈ પણ વ્યક્તિ તેનું મળ વેચીને સારી કમાણી કરી શકે છે. ખરેખરમાં આ દાવો જાણીને લોકો હેરાન રહી ગયા છે. જોકે ઘણા બધા લોકોએ આ મામલે પોતાનો રસ પણ જણાવ્યો છે. ઘણા યુઝર્સ આ વાતને મજાક માની રહ્યા છે. જોકે આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તેવું જરૂરથી કહી શકાય.

વીડિયોમાં યુવતી બોલી રહી છે કે “જો હું બોલું તમે પોતાનું મળ વેચીને 1.5 કરોડ રૂપિયા કમાઈ શકો છો તો શું તમે વિશ્વાસ કરશો?” આ પછી તે એવો દાવો કરે છે કે અમેરિકાની એક કંપની રિસર્ચ માટે મળ દાન કરનારા લોકોને રૂપિયા આપી રહી છે. મહિલાના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ રોજ મળ દાન કરે છે તો તેને દર વખતે અંદાજે 41 હજાર રૂપિયા મળી શકે છે અને એક વર્ષમાં જ આ રકમ દોઢ કરોડની આસપાસ પહોંચી જાય છે.

યુવતીએ વીડિયોમાં વારંવાર એવો દાવો કર્યો કે તે મજાક નથી કરી રહી અને જે લોકો પૂરી રીતે સ્વસ્થ અને ફિટ છે તેમને આ માટે વધારે વેતન મળે છે. મહિલાએ આ વીડિયોના દાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ આપ્યું. તેના પ્રમાણે માણસનું મળ લગભગ 50 ટકા ભાગ આંતરડામાં હાજર બેક્ટેરિયાથી બને છે. આ બેક્ટેરિયા શરીરમાં ભૂમિકા ભજવે છે. જેમ કે પાચનક્રિયા, મેટાબોલિઝમ અને માનસિક સ્વાસ્થ્યને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે.

યુવતીએ એવો દાવો કર્યો છે અમુક કંપનીઓ આ ફાયદેમંદ બેક્ટેરિયાને અલગ કરીને તેને કેપ્સ્યુલના રૂપમાં તૈયાર કરે છે. બાદમાં આ કેપ્સ્યુલ્સનો ઉપયોગ એવા દર્દીઓના ઈલાજ માટે કરવામાં આવે છે જે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, જાડાપણું અને બાઈપોલર ડિસઓર્ડર જેવી સમસ્યાઓ સાથે લડી રહ્યા છે. આ આખી પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ફીકલ માઈક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને @truelysimran નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 11 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે સાથે જ હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સે પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. જોકે મોટા ભાગના યુઝર્સ દ્વારા રમૂજી અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી વાયરલ વીડિયો અને સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા પર આપવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વીડિયોની અને તેમાં જણાવવામાં આવેલી માહિતીની પુષ્ટિ નથી કરતું)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *