Final Up to date:
BCCI Annual Awards 2026 Highlights: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નવી દિલ્હીમાં આયોજિત નમન એવોર્ડ્સ 2026માં ભારતીય ક્રિકેટરો અને વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમોનું સન્માન કર્યું હતું. શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો હતો. રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજને પણ ભારતીય ક્રિકેટમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 15 માર્ચે તેના વાર્ષિક નમન એવોર્ડ્સમાં ભારતીય ક્રિકેટરો અને વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમોનું સન્માન કર્યું હતું. નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં ICC T20 વર્લ્ડ કપ 2026, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICC મહિલા વર્લ્ડ કપ 2025, ICC U19 મહિલા વર્લ્ડ કપ 2025 અને ICC U19 પુરુષ વર્લ્ડ કપ 2025ના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ રોજર બિન્ની જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને સિઝન દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પોલી ઉમરીગર એવોર્ડ મળ્યો હતો. સ્મૃતિ મંધાનાને સિઝનની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો. આ મંધાનાની પાંચમી જીત છે.
રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટમાં ક્રિકેટર અને કોચ બંને તરીકે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ કોલિન મેકનાયુડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે પૂર્વ ધૂરંધર મહિલા ક્રિકેટર મિતાલી રાજને તથા રોજર બિન્નીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
🚨 𝗖𝗼𝗹. 𝗖.𝗞. 𝗡𝗮𝘆𝘂𝗱𝘂 𝗟𝗶𝗳𝗲𝘁𝗶𝗺𝗲 𝗔𝗰𝗵𝗶𝗲𝘃𝗲𝗺𝗲𝗻𝘁 𝗔𝘄𝗮𝗿𝗱 🚨
Celebrating a lifetime of contribution to Indian cricket 🇮🇳
Congratulations to #TeamIndia nice Roger Binny on receiving the celebrated award 👏👏#NamanAwards pic.twitter.com/f7DgD8efOK
— BCCI (@BCCI) March 15, 2026
ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને બીજી વખત 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇતિહાસ રચ્યો. આ ચેમ્પિયન ટીમનું સન્માન કરવામાં આવ્યું.
આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું સન્માન કરવામાં આવ્યું. બધા ખેલાડીઓને સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય મહિલા અંડર-૧૯ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું સન્માન કરવામાં આવ્યું છે. આ સિવાય મહિલા અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું છે.
Ahmedabad,Gujarat
Mar 15, 2026 11:28 PM IST
શુભમન ગિલ- સ્મૃતિ મંધાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, દ્રવિડ-મિતાલીને મળ્યો લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, જાણો BCCIએ કોને કયા એવોર્ડથી સન્માનિત કર્યા

