શાહરૂખ ખાનના ઓનસ્ક્રીન પિતા વિજય કૃષ્ણાનું નિધન, 81 વર્ષે લીધા અંતિમ શ્વાસ

શાહરૂખ ખાનના ઓનસ્ક્રીન પિતા વિજય કૃષ્ણાનું નિધન, 81 વર્ષે લીધા અંતિમ શ્વાસ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

બોલિવૂડનો જાણીતો ચહેરો વિજય કૃષ્ણાનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. ફિલ્મ દેવદાસમાં તેમણે શાહરૂખ ખાનના પિતાનો રોલ કર્યો હતો. જાણો તેઓ હતા તેને લઈને સંપૂર્ણ માહિતી.

એક્ટર વિજય કૃષ્ણાનું નિધન
એક્ટર વિજય કૃષ્ણાનું નિધન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક્ટર વિજય કૃષ્ણાનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિજય કૃષ્ણા ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર હતા. તેમણે સંજય લીલા ભંસાલીની ફિલ્મ દેવદાસમાં શાહરૂખ ખાનના પિતાનો રોલ કર્યો હતો. વિજય કૃષ્ણાના નિધનને લઈને દિગ્ગજ એક્ટરો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં એક્ટ્રેસ લિલેટ દુબે દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

એક્ટ્રેસ લિલેટ દુબે દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરવામાં આવ્યું જેમાં તેણે લખ્યું કે ‘દિલ ટૂટી ગયું.. અમારા પ્રિય વિજય કૃષ્ણા કે જેઓ 25 વર્ષથી વધારે સમય અમારા થિયેટર પરિવાર અને ડાન્સ લાઈક એ મેનનો ભાગ નથી રહ્યા. તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા ધનવાન વ્યક્તિ હતા. એક શાનદાર એક્ટર, હેન્ડસમ, આકર્ષક અને મજેદાર ટ્રેડમાર્ક હ્યુમર સાથે અમે બધાને પ્રેમ કરતા હતા અને સંભાળીને રાખતા હતા. ઘણી બધી યાદો દિલ અને દિમાગમાં ભરાઈ ગઈ છે. RIP મારા જયરાજ તમને ક્યારેય ભુલાવી નહીં શકાય. આ પોસ્ટ પર અનુપમ ખેરે કોમેન્ટમાં લખ્યું, ‘ઘણું દુખદ છે. ઓમ શાંતિ.’ આ સાથે જ સબા પટૌદીએ લખ્યું કે આ ઘણી ખરાબ ખબર છે. આમના પરિવારજનોને મારી સાચી સંવેદના છે.’

એક એક્ટર હોવાની સાથે વિજય કૃષ્ણા એક એન્વાયરમેન્ટાલિસ્ટ અને ગોદરેજ પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહેલ બિઝનેસના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. કૃષ્ણા ભારતીય થિયેટરનો એક જાણીતો ચહેરો હતા. જ્યાં તેમણે 25 વર્ષ કરતા વધારે સમય પર્ફોર્મ કર્યું. 2004ની ઈંગ્લિશ ફિલ્મ ‘ડાન્સ લાઈક એ મેન’માં તેમના રોલને લઈને લોકોએ તેમના ઘણા વખાણ કર્યા હતા.

‘ડાન્સ લાઈક એ મેન’ ફિલ્મ મહેશ દત્તાનીના એક નાટક પર આધારિત હતી. આ ફિલ્મમાં શોભના, આરિફ જકારિયા અને અનુષ્કા શંકર પણ હતી. આ ફિલ્મે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. બોલિવૂડમાં તેમણે દેવદાસ ફિલ્મમાં શાહરૂખ ખાનના પિતાનો રોલ કર્યો હતો. જેમાં તેમણે ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે તેમની પત્ની સ્મિતા કૃષ્ણા એક જાણીતી ટ્રેડર છે. વિજય કૃષ્ણાની પત્નીની નેટ વર્થ 2.5 બિલિયન ડોલર છે. 2024ના અંતમાં તેમની પત્ની અને જમશેદ ગોદરેજને ભારતના સૌથી અમીર લોકોની ફોર્બ્સ લિસ્ટમાં 22મા ક્રમે સ્થાન મળ્યું હતું. જોકે પરિવાર દ્વારા હજુ તેમના મોતને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *