પંચમહાલ જિલ્લામાં પોલીસ અને એક વાહન ચાલક વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં વાહન ચાલકને કહેતા સાંભળવામાં આવે છે કે “વાટકો લઈ લો, ભીખ માગો”. આ ઘટનામાં હાર્વેસ્ટર વાહનને અટકાવવા મુદ્દે બંને વચ્ચે રકઝક થઈ હતી. વીડિયો અંગે દાવો છે કે આ ઘટના પંચમહાલની છે. પોલીસકર્મીએ વાહન ચાલકને હાર્વેસ્ટર વાહન અટકાવવા માટે કહ્યું, પરંતુ ચાલક સાથે મતભેદ સર્જાતા બોલાચાલીની પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને હાઈયર ઓથોરિટીએ સઘન તપાસની ખાતરી આપી છે.
Source link
