વેલેન્ટાઈન વીકમાં સોનું સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો, જાણો આખું અઠવાડીયું કેવા રહ્યા ભાવ

વેલેન્ટાઈન વીકમાં સોનું સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો, જાણો આખું અઠવાડીયું કેવા રહ્યા ભાવ

વર્લ્ડ WORLD
Spread the love


આઈબીજેએ અનુસાર, 9 ફેબ્રુઆરીના રોજ 999 પ્યોરિટી સોનું 1,54,876 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. 10 અને 11 ફેબ્રુઆરીના રોજ તેજી આવી અને 11 ફેબ્રુઆરીએ સોનું 1,57,322 રુપિયા પ્રતિ 10 ગ્રામ અઠવાડીયાના હાઈએસ્ટ સ્તર પર પહોંચી ગયો. જો કે 12 ફેબ્રુઆરીથી ઘટાડાનો સિલસિલો શરુ થયો. 13 ફેબ્રુઆરીના રોજ સોનું ઘટીને 1,52,765 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું.

9 ફેબ્રુઆરીના રોજ 999 પ્યોરિટી ચાંદી 2,53,665 રુપિયા પ્રતિ કિલો હતી. 10 અને 11 ફેબ્રુઆરીના રોજ ભાવ વધીને 2,59,133 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા. 12 ફેબ્રુઆરીના રોજ રેટ લગભગ સ્થિર રહ્યા હતા,પણ 13 ફેબ્રુઆરીના રોજ મોટો ઘટાડો નોંધાયો. અઠવાડીયાના છેલ્લા દિવસે ચાંદી 2,42,433 રુપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.

આઈબીજેએના ભાવ દેશભરમાં સર્વમાન્ય

આપને જણાવી દઈએ કે, આઈબીજેએ તરફથી જાહેર કરવામાં આવેલી કિંમતોથી અલગ અલગ પ્યોરિટીના સોનાના સ્ટાડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જના પહેલાના છે. આઈબીજીએ તરફથી જાહેર કરવામાં આવેલા દેશભરમાં ભાવ સર્વમાન્ય છે. પણ તેની કિંમતમાં જીએસટી સામેલ હોતો નથી.

એક અઠવાડિયામાં કેટલો બદલાયો સોનાનો ભાવ (999 પ્યોરિટી)

09 ફેબ્રુઆરી, 2026 – 1,54,876 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

10 ફેબ્રુઆરી, 2026 – 1,56,255 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

11 ફેબ્રુઆરી, 2026 – 1,57,322 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

12 ફેબ્રુઆરી, 2026 – 1,55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

13 ફેબ્રુઆરી, 2026 – 1,52,765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

એક અઠવાડિયામાં કેટલો બદલાયો ચાંદીનો ભાવ (999 પ્યોરિટી)

09 ફેબ્રુઆરી, 2026 – 2,53,665 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

10 ફેબ્રુઆરી, 2026 – 2,59,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

11 ફેબ્રુઆરી, 2026 – 2,59,133 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

12 ફેબ્રુઆરી, 2026 – 2,59,133 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

13 ફેબ્રુઆરી, 2026 – 2,42,433 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

મોબાઇલ પર જાણો સોનાનો ભાવ

જાણવું જરૂરી છે કે IBJA (ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન) સરકારી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ભાવ જાહેર કરતી નથી. તમે સોનાનો રિટેલ ભાવ તમારા મોબાઇલ પર પણ જાણી શકો છો. તેના માટે 8955664433 પર મિસ્ડ કોલ આપો, ત્યારબાદ તમારા ફોન પર મેસેજ આવી જશે. SMS દ્વારા તમને સોનાના ભાવની માહિતી મોકલવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *