હકીકતમાં આ સમગ્ર મામલો થાઈલેન્ડના એક ટીવી શો હોન ક્રાંસેમાંથી સામે આવ્યો છે, જ્યાં પત્નીએ પોતાની આખી કહાની સંભળાવી હતી. આપને જણાવી દઈએ કે, હોન ક્રાંસે થાઈલેન્ડનો એક ખૂબ જ લોકપ્રિય અને વિવાદાસ્પદ ક્રાઈમ/ન્યૂઝ ટોક શો છે. જે ગંભીર ગુનાઓ અને સામાજિક મુદ્દાની તપાસ કરે છે. રિપોર્ટ અનુસાર, પત્ની જેનું નામ ખુન ક્વાંગ હોવાનું કહેવાય છે. પોતાના પતિ સાથે કોલેજના સમયથી સંબંધમાં હતી. બંનેએ લગ્ન ત્યારે કર્યા હતા, જ્યારે ક્વાંગની ઉંમર 21 વર્ષની હતી. હવે તે 31 વર્ષની થઈ ગઈ છે અને તેમને એક 8 વર્ષનું બાળક પણ છે. ક્વાંગનું કહેવું છે કે કેટલાય વર્ષો સુધી તેમનું વૈવાહિક જીવન એકદમ સામાન્ય ચાલી રહ્યું હતું. પણ વર્ષ 2025ની વચ્ચે તેને શંકા થવા લાગી કે તેના પતિની જિંદગીમાં કોઈ અન્ય મહિલા આવી ગઈ છે.

