અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરી કરતી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં વહેલી સવારે પાર્લર બહારથી દૂધના કેરેટ ચોરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. યુનાઈટેડ સ્કૂલ પાસે આવેલા એક પાર્લર પર વહેલી સવારે જ્યારે દૂધની ગાડી કેરેટ ઉતારીને ગઈ, ત્યારે તકનો લાભ લઈ અજાણ્યા શખ્સો દૂધની ચોરી કરતા કેમેરામાં કેદ થયા. અંધારાનો લાભ લઈ આ ગેંગ દૂધના કેરેટમાંથી થેલીઓ ઉઠાવીને ફરાર થઈ ગઈ. ઘટનાને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ છે. ત્યારે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓની કડક પુછપરછ હાથ ધરી છે.
Source link
