Final Up to date:
સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દુલ્હનની જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે વરરાજાને ખબર પડે છે કે તેણે શેરવાની પહેરતા સમયે ગડબડ કરી હતી. જેથી આ વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે.
સોશિયલ મીડિયા પર લગ્નની સીઝન દરમિયાન અલગ અલગ વીડિયો વાયરલ થતા હોય છે. મોટા ભાગે જે વીડિયો થોડા રમૂજી હોય તે વીડિયો પહેલા વાયરલ થતા હોય છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થયો છે. જે જોઈને તમને પણ હસવું આવી જશે. સ્ટેજ પરથી વરરાજા નીચે આવતો હોય છે. તે જ સમયે દુલ્હનની નજર તેની શેરવાની પર જાય છે. બાદમાં વરરાજાને ખ્યાલ આવે છે તેણે લગ્નના દિવસે જ શું કર્યું.
વીડિયોમાં જોઈ શકાય છે કે મંડપ સજાવેલો છે. સ્ટેજ પર વરરાજા દુલ્હનની રાહ જોઈ રહ્યો હતો. તે જ સમયે દુલ્હન તેની સખીઓ સાથે મંડપમાં એન્ટ્રી કરે છે. ત્યાં હાજર મહેમાનો પણ દુલ્હનની એન્ટ્રી જોઈ રહ્યા હતા. જોકે દુલ્હનનું ધ્યાન તેની એન્ટ્રી વખતે વરરાજાએ પહેરેલી શેરવાની પર જાય છે અને ખબર પડી જાય છે કે કંઈક ગડબડ છે.
વરરાજા લગ્નમાં મંડપમાં આવી ગયો હતો પણ તેણે પોતાની શેરવાનીના બટન યોગ્ય રીતે બંધ નહોતા કરેલા. દુલ્હન ઈશારાથી કહે છે કે તેણે બટન બરાબર બંધ નથી કર્યા. પહેલા તો તે સમજી નથી શકતો. બાદમાં દુલ્હન તેને હાથ અડાવીને કહે છે કે શેરવાનીના બટન બરાબર બંધ નથી. આ દ્રશ્યો જોઈને હાજર બધા હસવા લાગે છે. બાદમાં વરરાજા પણ હસતા હસતા પોતાની શેરવાની ઠીક કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો bridal_lehenga_designn નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ મોટા ભાગના યુઝર્સ દ્વારા કોમેન્ટ સેક્શનમાં અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા વીડિયોને લઈને પોતાની રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેથી આ વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે.
Feb 22, 2026 11:32 PM IST

