અંબાજી: હોળીમાં વતન પહોંચવા લોકો જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી.. હોળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ અંબાજીના બસ સ્ટેશન પર વતન જવા માંગતા મુસાફરોનું કીડીયારું ઉમટ્યું છે… ગુજરાતમાં વેપાર-ધંધા અને મજૂરી માટે આવેલા રાજસ્થાનના લોકો માટે હોળીના તહેવારનુ ખુબ જ મહત્વ હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, હોળી તો વતનમાં જ ઉજવવી એવા સંકલ્પ સાથે હજારો લોકો અત્યારે અંબાજી બસ સ્ટેશન પહોંચ્યા છે. જોકે એસટી બસોની સુવિધા મર્યાદિત હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરો ખાનગી જીપ અને અન્ય વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને, લટકીને મુસાફરી કરતા દેખાયા. કેટલાક મુસાફરો તો જીપની છત પર બેસેલા દેખાયા.. મુસાફરોનો આક્ષેપ છે કે કલાકો સુધી બસ નથી મળી રહી, જેના કારણે તેઓ જીવના જોખમે મુસાફરી કરી વતન પહોંચવા મજબૂર બન્યા છે.
Source link
