દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. જેના માટે આવાસ યોજનાઓ લાવી રહી છે. ત્યારે અમદાવાદના સાયન્સસિટી રોડ પર આવેલા સરકારી આવાસ યોજનાના મકાનનો સૌથી મોટો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. LIG 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા દરોડા પાડીને ધમધમતા PG નો પર્દાફાશ કર્યો છે. નવાઈની બાબત એ છે કે એક ખાનગી કંપનીની વેબસાઈટ પર મકાનમાલિકે પીજી ચલાવવાની જાહેરાત આપી હતી. જો કે આ ઘટના અંગેની જાણ અમદાવાદ મહાનગરપાલિકાને થતાં મનપાની વિજિલન્સ ટીમ તાબડતોબ એક્શનમાં આવી હતી અને દરોડા પાડીને બ્લોક નંબર 2માં મકાન નંબર 305 અને બ્લોક નંબર 5માં મકાન નંબર 105માં ચાલતા PG નો પર્દાફાશ કર્યો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ એક સ્થાનિકે અમદાવાદ મનપાની વિજિલન્સ ટીમની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા હતા. સ્થાનિક મહિલાએ દાવો કરતા જણાવ્યું કે મકાન પોતાના ભાભીના નામે છે અને તેઓ જ્યારે તેમના સંતાનોને લેવા માટે સ્કૂલે ગયા હતા ત્યારે મનપાની ટીમે ઘર પર તાળું જોઈને સીલ કરી દેતા હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સમગ્ર મામલે જોવું જ રહ્યું કે હકીકત શું છે અને મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
Source link
