લીલા ઘાસ વચ્ચેથી નીકળ્યો ₹28.73 લાખનો વિદેશી દારૂ

લીલા ઘાસ વચ્ચેથી નીકળ્યો ₹28.73 લાખનો વિદેશી દારૂ

બિઝનેસ BUSINESS
Spread the love



સુરેન્દ્રનગર LCB પોલીસે માલવણ-પાટડી હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. મહત્વનું છે કે સુરેન્દ્રનગર LCB પોલીસને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવતા શંકાસ્પદ આઈશર ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે 28 લાખ 73 હજાર રૂપિયા જેટલી થવા જાય છે. મહત્વનું છે કે આરોપીઓ દ્વારા લીલા ઘાસની આડમાં ઈંગ્લિશ દારૂની બોટલનો જથ્થો છૂપાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે લીલું ઘાસ તથા આઇસર સહિત કુલ 38 લાખ 78 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આઈસરનો ચાલક મૂળ રાજસ્થાનનો વતની છે અને તેનું નામ પોકરારામ જાટ હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે દારૂનો આ જથ્થો કોના કહેવાથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હતો તે અંગે પણ વધુ તપાસ આદરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *