NSDL IPO માટે શેરનો પ્રાઇસ બેન્ડ ₹760 થી ₹800 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ ઈશ્યૂ સંપૂર્ણપણે “ઓફર ફોર સેલ” (OFS) આધારિત છે, જેમાં કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવશે. શેર વેચનારા ભાગીદારોમાં NSE, SBI, HDFC બેંક, IDBI બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને SUUTIનો સમાવેશ થાય છે. કંપનીએ મંગળવારે એન્કર રોકાણકારોથી રૂ. 1,201 કરોડ એકત્ર કર્યા હતા.