રાજપાલ યાદવ બાદ હવે અમીષા પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો

રાજપાલ યાદવ બાદ હવે અમીષા પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાજપાલ યાદવ બાદ હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા ચેક બાઉન્સ અને છેતરપિંડીના એક કેસમાં ઝારખંડની રાંચી સિવિલ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ કડક વલણ અપનાવતા ‘નોન-બેલેબલ વોરંટ’ (બિન-જામીનપાત્ર વોરંટ) જારી કર્યું છે. આ આદેશથી મનોરંજન જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.

9 વર્ષ જૂના કેસમાં જારી થયું બિન-જામીનપાત્ર વોરંટ
9 વર્ષ જૂના કેસમાં જારી થયું બિન-જામીનપાત્ર વોરંટ

બોલિવૂડમાં અત્યારે કાયદાકીય કાર્યવાહીનો દોર ચાલી રહ્યો હોય તેમ લાગે છે. એક તરફ 9 કરોડના ચેક બાઉન્સ મામલે જેલમાં બંધ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે અંતરિમ જામીન આપી મોટી રાહત આપી છે, તો બીજી તરફ, અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. મુરાદાબાદની એક અદાલતે વર્ષ 2017ના ચેક બાઉન્સ કેસમાં અમીષા પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

મુરાદાબાદની એક અદાલતે ‘ગદર’ ફેમ અમીષા પટેલના વારંવાર સમન્સ મોકલવા છતાં હાજર ન થવા પર તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટના હાલનાં આદેશ મુજબ, અમીષાને જાતે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો તે આમ નહીં કરે, તો તેમની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસ કાર્યવાહી થઈ શકે છે.

9 વર્ષ જૂના કેસમાં જારી થયું બિન-જામીનપાત્ર વોરંટ

અભિનેત્રી અમીષા પટેલ સાથે જોડાયેલો આ મામલો વર્ષ 2017નો છે. મુરાદાબાદ સ્થિત ઇવેન્ટ કંપની ‘ડ્રીમ વિઝન’ના માલિક પવન કુમાર વર્માએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ મુજબ, એક હાઈ-પ્રોફાઇલ લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા માટે અભિનેત્રીને બોલાવવામાં આવી હતી અને તેમને અંદાજે 11 લાખ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ મળી ચૂક્યું હતું, પરંતુ પ્રોગ્રામના થોડા સમય પહેલા જ તેમણે પોતાનું પરફોર્મન્સ કેન્સલ કરી દીધું હતું, જેનાથી આયોજકોને આર્થિક નુકસાનની સાથે સામાજિક ક્ષોભ પણ સહન કરવો પડ્યો હતો.

ફરિયાદીનું કહેવું છે કે, બાદમાં જ્યારે તેમણે અભિનેત્રી પાસે પૈસા પાછા માંગ્યા, ત્યારે લાંબા સમય સુધી વાયદાઓ આપ્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો છે કે, કેટલાક પૈસા પાછા આપી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમના ચેક બાઉન્સ થઈ ગયા હતા. આ મામલો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. અદાલતે અમીષા પટેલને ઘણી વખત જાતે કોર્ટમાં આવવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ દરેક વખતે ગેરહાજર રહ્યા હતા. ક્યારેક તેમની તરફથી શૂટિંગનું કારણ બતાવવામાં આવ્યું, તો ક્યારેક તેમના વકીલ પણ સુનાવણીના દિવસે કોર્ટમાં પહોંચ્યા નહોતા. વારંવાર ગેરહાજર રહેવા પર અદાલતે હવે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહ્યું છે કે, ભવિષ્યમાં આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

આગામી સુનાવણી અને ધરપકડની શક્યતા

આ કેસની આગામી સુનાવણી 27 માર્ચ 2026ના રોજ નક્કી કરવામાં આવી છે. જો તે દિવસે પણ અભિનેત્રી કોર્ટમાં હાજર નહીં થાય, તો તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવી શકે છે અને પોલીસને તેમને પકડીને અદાલતમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવી શકે છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/મનોરંજન/

રાજપાલ યાદવ બાદ હવે અમીષા પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *